મોહાલીઃ અહીં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઇ રહેલી દિલ્હી અને પંજાબ (Delhi vs panjab) વચ્ચે રણજી ટ્રોફી (Ranji Trophy) મેચમાં તે સમયે વિવાદ ઊભો થઈ ગયો, જ્યારે પંજાબના બેટ્સમેન શુભમન ગિલે  (Shubman gill) અમ્પાયર દ્વારા આઉટ અપાયા બાદ અપશબ્દો કહ્યાં હતા. એટલું જ નહીં શુભમનના આ વ્યવહાર બાદ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલ્યો, જેથી દિલ્હીની ટીમ નારાજ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિવાદને લઈને સતત ટ્વીટ કરવામાં આવ્યા હતા. દિલ્હીના વાઇસ કેપ્ટન નિતીશ રાણાના હવાલાથી પત્રકારે આગળ ટ્વીટ કર્યું, 'શુભમન અમ્પાયર પશ્ચિમ પાઠકની નજીક ગયો (અમ્પાયરે પોતાનું પર્દાપણ કર્યું છે) અને તેમને અપશબ્દો કહ્યાં હતા. બાદમાં અમ્પાયરે પોતાનો નિર્ણય ફેરવ્યો હતો.'


આઉટ થવાના નિર્ણયને બદલવાથી દિલ્હીની ટીમ નારાજ થઈ અને મેદાન છોડીને બહાર ચાલી ગઈ હતી. જેથી થોડા સમય માટે મેચ રોકવામાં આવી હતી. અંતે મેચ રેફરી પી રંગનાથને હસ્તક્ષેપ કરવો પડ્યો અને થોડીવાર બાદ મેચ ફરી શરૂ થઈ હતી. 


AUS vs NZ: માર્નસ લાબુશેનની વધુ એક સદી, ન્યૂઝીલેન્ડ સામે કાંગારૂની મજબૂત શરૂઆત


પરંતુ પંજાબનો 20  વર્ષીય ઓપનિંગ બેટ્સમેન શુભમન કોઈ મોટી ઈનિંગ ન રમી શક્યો. તેને 23 રનના વ્યક્તિગત સ્કોર પર સિમરજીત સિંહે વિકેટની પાછળ અનુજ રાવતના હાથે કેચ કરાવ્યો હતો. શુભમને 41 બોલમાં 23 રન બનાવ્યા હતા. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર