નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં શુભમન ગિલ ગુજરાત ટાઈન્ટસનો કેપ્ટન હશે. આ યુવા ખેલાડીને એટલા માટે જવાબદરી સોંપવામાં આવી કારણ કે હાર્દિક પંડ્યા ટીમનો સાથ છોડી મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો છે. શુભમન ગિલ કેપ્ટનની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. પરંતુ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનતા શુભમન ગિલે એવું કહ્યું કે જેનાથી બબાલ થઈ ગઈ છે. હકીકતમાં શુભમન ગિલ સાથે વાતચીતનો એક અંશ ગુજરાત ટાઈટન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે વફાદારીની વાત કરતો જોવા મળી રહ્યો છે. બસ તેના આ શબ્દના ઉપયોગ બાદ લોકો તેને હાર્દિક પંડ્યા પર નિશાનની જેમ જોઈ રહ્યાં છે. 


શું બોલ્યો શુભમન ગિલ?
હવે તમને જણાવીએ કે આખરે શુભમન ગિલે એવું શું કહ્યું છે જેને હાર્દિક પંડ્યા પર નિશાનની જેમ જોવામાં આવી રહ્યું છે. ગિલે કહ્યુ કે હું જાણુ છું કે કેપ્ટનશિપમાં ઘણા પ્રકારની જવાબદારી આવે છે જેમાં આકરી મહેનત મહત્વની છે અને તેમાંથી વફાદારી પણ એક છે. નોંધનીય છે કે ગિલે જ્યારે વફાદારી શબ્દનો ઉપયોગ કર્યો તો લોકો હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવા લાગ્યા. જે છેલ્લી બે સીઝનમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો અને આઈપીએલ 2024 પહેલા અચાનક મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ ગયો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube