વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન, આ ખેલાડીને આપવામાં આવી શકે છે કમાન?
IND vs AFG : ભારતીય ટીમ આગામી વર્ષે એટલે કે 2024માં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. તે માટે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન મળી શકે છે.
નવી દિલ્હીઃ IND vs AFG T20I Series : ભારતીય ટીમ આ સમયે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ ગઈ છે અને હજુ એક મુકાબલો બાકી છે. પ્રથમ મેચ હારીને ભારતીય ટીમ બેકફૂટ પર છે. પ્રથમવાર સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાનું ભારતીય ટીમનું સપનું અધુરૂ રહી જશે. પરંતુ ભારતીય ટીમ પાસે બીજી મેચ જીતીને સિરીઝ બરોબર કરવાની તક છે. બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ સ્વદેશ પરત ફરશે. ટીમ ઈન્ડિયા આગામી 11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. આ સિરીઝ માટે હજુ ટીમની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પસંદગીકારો જલ્દી ટીમની જાહેરાત કરશે. સાથે માનવામાં આવી રહ્યું છે કે આ સિરીઝમાં ભારતીય ટીમને નવો કેપ્ટન મળી શકે છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી20 સિરીઝ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ 1 જાન્યુઆરીથી શરૂ થશે. હજુ સુધી તે સામે આવ્યું નથી કે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા આ સિરીઝમાં રમી શકશે કે નહીં. હાર્દિક પંડ્યા વિશ્વકપ 2023થી ઈજાગ્રસ્ત છે, ત્યારબાદથી તે વાપસી કરી શક્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે પંડ્યા આઈપીએલમાં વાપસી કરશે. તો સૂર્યકુમાર યાદવ તાજેતરમાં આફ્રિકા સામે રમાયેલી ટી20 સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેવામાં તે અફઘાનિસ્તાન સામે પણ રમી શકશે નહીં. જો રોહિત શર્માની વાત કરીએ તો તે અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝમાં રમતો જોવા મળે તેવી શક્યતા ખુબ ઓછી છે. તેવામાં પસંદગીકારો કોઈ અન્ય ખેલાડીને ટીમની કમાન સોંપી શકે છે. તેવામાં શુભમન ગિલ ટી20માં ટીમની કમાન સંભાળી શકે છે. આ સિવાય પસંદગીકારો શ્રેયસ અય્યરને પણ આ ત્રણ મેચમાં ટીમની જવાબદારી સોંપી શકે છે.
આ પણ વાંચો- દ.આફ્રીકાને તેની જ ધરતી પર ધૂળ ચટાડવી હોય તો આ ગુજ્જુ ખેલાડી ટીમમાં જરૂરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે પાંચ ટેસ્ટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. બીસીસીઆઈ સીનિયર ખેલાડીઓને આ સિરીઝ પહેલા ફિટ રાખવા માટે આરામ આપે તેવી શક્યતા છે. એટલે કે રોહિત શર્મા, બુમરાહ, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝમાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે. એટલે કે ભારતીય પસંદગીકાર યુવા ટીમને જ અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં ઉતારી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં બીસીસીઆઈ દ્વારા ટી20 સિરીઝ માટે ટીમ જાહેર કરી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube