ભારત તરફથી ન્યૂઝીલેન્ડમાં પર્દાપણ કરવાથી વિશેષ કશું નહિઃ શુભમન ગિલ
ગત વર્ષે અન્ડર-19 વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલો શુભમન કોચ રાહુલ દ્રવિડની ભારતીય એ ટીમનો પણ સભ્ય હતો, જેણે ગત મહિને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં સામેલ કરાયેલી શુભમન ગિલે કહ્યું કે, પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત ન્યૂઝીલેન્ડમાં કરવાથી વિશેષ કશું હોઈ શકે નહીં, કારણ કે 12 મહિના પહેલા તેણે અન્ડર-19 વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. મોહાલીમાં રહેતા આ ક્રિકેટરને પોતાના અન્ડર-19 કેપ્ટનની જેમ જ ભારતીય ટીમમાં સામેલ થવાની તક મળી, પરંતુ આ નાનું ફોર્મેટ હશે પરંતુ આ ખેલાડી માટે 2018ના શાનદાર રહ્યું જેમાં તેણે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શનને કારણે આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
ગિલે હાલમાં રણજી ટ્રોફી અભિયાનમાં પંજાબ માટે 10 ઈનિંગમાં 98.75ની એવરેજથી 790 રન બનાવ્યા હતા. તે કોચ રાહુલ દ્રવિડની ભારતીય એ ટીમમાં પણ હતો જેણે ગત મહિને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. શુભમન ગિલને ટીમમાં સામેલ થવાના સમાચાર રાત્રે મળ્યા હતા. તેણે કહ્યું, ન્યૂઝીલેન્ડના પ્રવાસે મારી પસંદગી થવી સારી વાત છે, હું ત્યાં અન્ડર-19 વિશ્વકપમાં રમ્યો હતો અને હવે બીજીવાર મારી પાસે તક છે.
તેણે કહ્યું, મેં ત્યાં સારૂ પ્રદર્શન કર્યું, હું કહી શકું કે ત્યાં ટેકનિકમાં વધુ તાલમેલ બેસાડવાની જરૂર નથી. માનસિક રૂપથી આ ખરેખર અલગ હશે પરંતુ હું તૈયાર છું. શુભમનને ભારતીય ટીમમાં સામેલ થવાના સમાચાર રાત્રે મળ્યા હતા. તે વિશે ક્રિકેટરે કહ્યું કે, મને મોડી રાત્રે આ સમાચાર મળ્યા હતા. હ્રદયના ધબકારા વધી ગયા હતા. મેસેજ આવવા શરૂ થઈ ગયા અને હું પિતાને જણાવવા ગયો હતો. આ મારા માટે વિશેષ ક્ષણ હતી.
પંજાબનો સીનિયર પ્લેયર યુવરાજ સિંહ અને આઈપીએલનો કેપ્ટન દિનેશ કાર્તિક પણ શરૂઆતમાં શુભેચ્છા આપનાર ખેલાડીઓમાં સામેલ રહ્યાં હતા. 23 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે સસ્પેન્ડ લોકેશ રાહુલના સ્થાન પર તેને સ્થાન મળ્યું છે. ભારતનું ટોપ ઓર્ડર આ સમય સંતુલિત છે પરંતુ શુભમનને તેમ છતાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 વનડે અને 3 ટી20માં રમવાની તક મળી શકે છે.
જાણો, કોણ છે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર અન્ડર-19 સ્ટાર શુભમન ગિલ
આ યુવા ક્રિકેટરે કહ્યું, ટીમમાં પસંદગી થવી આશા કરતા વિપરીત હતું, પરંતુ હું આ પરિસ્થિતિને સમજી શકું છું, જેમાં મને પસંદ કરવામાં આવ્યો છે. મેં મગજમાં લક્ષ્ય બનાવી લીધું છે. હું અત્યાર સુધી ગમે તે સ્તરે રમ્યો છું મેં પ્રદર્શન કર્યું છે. પરંતુ તેણે મને વિશ્વાસ અપાવ્યો કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સારૂ કરી શકુ છું.