નવી દિલ્હીઃ Shubman Gill unfollows India captain Rohit Sharma on Instagram: ભારતીય ઓપનર શુભમન ગિલને આઈસીસી ટી20 વિશ્વકપ 2024 માટે રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં રાખવામાં આવ્યો હતો. ગિલ ભારતીય ટીમ સાથે અમેરિકા પણ પહોંચ્યો હતો. પરંતુ ન્યૂયોર્કના પ્રવાસ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. સામે આવેલા રિપોર્ટ પ્રમાણે અનુશાસનાત્મક કારણોથી ગિલને પરત જવાનું કહેવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુભમન ગિલથી ટીમ મેનેજમેન્ટ થયું નારાજ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટી20 વિશ્વકપ દરમિયાન ટીમ ઈન્ડિયાની સાથે સમય પસાર કરવાની જગ્યાએ તે અલગ કામ કરી રહ્યો હતો. ગિલ પોતાના ખાનગી બિઝનેસને લઈને ન્યૂયોર્કમાં વધુ સક્રિય હતો. આ કારણે ટીમ મેનેજમેન્ટ તેનાથી નારાજ થયું અને તેને પરત આવવાનું કહેવામાં આવ્યું છે. ભારતીય ટીમે ટી20 વિશ્વકપ માટે શુભમન ગિલ, રિંકૂ સિંહ, આવેશ ખાન અને ખલીલ અહમદને રિઝર્વ તરીકે સામેલ કર્યાં હતા. પરંતુ ન્યૂયોર્કમાં મેચ સમાપ્ત થયા બાદ ગિલ અને આવેશ ખાનને પરત આવવાનું કહેવામાં આવ્યું છે. હવે ખલીલ અહમદ અને રિંકૂ સિંહ સ્ટેન્ડબાય પર છે.


ભારત-પાક મેચ દરમિયાન ગાયબ હતો ગિલ
ટીમ ઈનડિયાના અમેરિકા પહોંચ્યા બાદથી ગિલ ટીમ સાથે યાત્રા કરતો નહોતો. તે પોતાની ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન આપવાની જગ્યાએ પોતાના કામની યોજના બનાવવામાં સમય આપી રહ્યો હતો. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ખલીલ અહમદ, આવેશ ખાન અને રિંકૂ સિંહ ટીમનું સમર્થન કરવા માટે સ્ટેડિયમમાં હાજર હતા, પરંતુ ગિલ ગેરહાજર હતો. 


.... તો રોહિતને કર્યો અનફોલો
શુભમન ગિલ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે વધતા વિવાદો વચ્ચે વધુ એક સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શુભમને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. તેનાથી બંને ખેલાડીઓ વચ્ચે સંભવિત તણાવની અટકળોએ ગતિ પકડી છે. ટીમ ઈન્ડિયા અમેરિકાના ફ્લોરિડામાં છે. અહીં કેનેડા સામે મેચ બાદ ટીમ વેસ્ટ ઈન્ડિઝ પહોંચશે.