Swiss Open 2022: પીવી સિંધુએ જીત્યું સ્વિસ ઓપનનું ટાઇટલ, ફાઇનલમાં બુસાનને હરાવી
ટૂર્નામેન્ટમાં પોતાની સતત બીજી ફાઇનલ રમી રહેલી બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ અહીં જૈકબશાલેમાં ચોથી વરીયતા પ્રાપ્ત થાઈલેન્ડની ખેલાડીને 49 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 21-16, 21-8 થી પરાજય આપ્યો છે.
નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સ્વિસ ઓપન સુપર 300 ટૂર્નામેન્ટની ફાઇનલમાં રવિવારે અહીં થાઈલેન્ડની બુસાનન ઓંગબામરંગફાનને હરાવીને વર્તમાન સત્રમાં પોતાનું બીજી ટાઇટલ જીત્યું છે.
ટૂર્નામેન્ટમાં પોતાની સતત બીજી ફાઇનલ રમી રહેલી બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ અહીં જૈકબશાલેમાં ચોથી વરીયતા પ્રાપ્ત થાઈલેન્ડની ખેલાડીને 49 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 21-16, 21-8 થી પરાજય આપ્યો છે. બુસાનન વિરુદ્ધ 17 મેચોમાં આ સિદ્ધુની 16મી જીત છે. તે તેની સામે માત્ર એકવાર 2019 હોંગકોંગ ઓપનમાં હારી છે.
સિદ્ધુ પાછલા સત્રની ફાઇનલમાં રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા સ્પેનની કૈરોલિના મારિન સામે હારી ગઈ હતી. હૈદરાબાદની 26 વર્ષીય ખેલાડીની આ સ્થળ સાથે પરંતુ સુખદ યાદે જોડાયેલી છે. તેમણે 2019માં વિશ્વ ચેમ્પિયનશિપમાં અહીં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધુએ આ વર્ષે જાન્યુઆરીમાં લખનઉમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય 300 જીત્યું હતું. સુપર 300 ટૂર્નામેન્ટ બીડબ્લ્યૂએફ (વિશ્વ બેડમિન્ટન એસોસિએશન) ટૂર કાર્યક્રમનું બીજુ સૌથી નિચલુ સ્તર છે.
આ પણ વાંચોઃ IND vs SA, WWC 2022: ભારતનું સેમીફાઇલનું સપનું રોળાયું, સાઉથ આફ્રીકાએ છેલ્લા બોલે મેચ જીતી
સિંધુએ આ મેચમાં આક્રમક શરૂઆત કરી અને 3-0ની લીડ બનાવી લીધી હતી. બુસાનને પરંતુ વાપસી કરવાની શરૂ કરી અને સ્કોર 7-7થી બરોબર કરી લીધો હતો. બુસનાને સિંધુને નેટથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પોતાના શોટને યોગ્ય રીતે પૂરા કરી શકી નહીં. બ્રેકના સમયે સિંધુની પાસે બે પોઈન્ટની લીડ હતી.
બીજી ગેમમાં બુસનાન સિંધુને ટક્કર આપવામાં નિષ્ફળ રહી. સિંધુએ 5-0ની લીડ હાસિલ કરી અને ત્યારબાદ તેને 18-4 કરી પછી આસાનીથી મેચ જીતી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube