મોન્ટ્રિયલઃ વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી સિમોના હાલેપે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરતા રોજર્સ કપનું ટાઇટલ કબજે કર્યું. રોમાનિયાની 26 વર્ષની હાલેપે મહિલા સિંગલ વર્ગના ફાઇનલમાં અમેરિકાની સ્લોઆને સ્ટીફંસને પરાજય આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્ગજ હાલેપે વર્લ્ડ નંબર-3 સ્ટીફંસે 7-6 (6), 3-6, 6-4થી પરાજય આપીને ટાઇટલ જીત્યું. 


પોતાની જીત પર હાલેપે કહ્યું, હું મને વિશ્વાસ નથી કે આ ખતમ થઈ ગયું. હું ઘણી ખુશ છું. મને લાગે છે કે આ પ્રકારના ટૂર્નામેન્ટો દરમિયાન એક દિવસનો આરામ હોવો જોઈએ. આ સપ્તાહ ખૂબ મુશ્કેલ હતું. 



સિમોના હાલેપનું આ બીજી રોજર્સ કપનું ટાઇટલ છે. આ પહેલા તે 2016માં અહીં ચેમ્પિયન બની હતી. ત્યારે ફાઇનલમાં તેણે અમેરિકી ખેલાડી મેડિસન કીજને 7-6 (7-2), 6-3થી પરાજય આપ્યો હતો.