ટોક્યોઃ ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઈતિહાસ રચી દીધો છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ચીનની બિંગજિયાઓને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. સિંધુ ઓલિમ્પિકના ઈતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુએ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની ખેલાડીને 21-13 અને 21-15થી જીત મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધુએ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં કમાલનું પ્રદર્શન કરતા ચીનની બિંગ જિયાઓને 52 મિનિટમાં સીધી ગેમમાં 2-0થી હરાવી. તેણે પ્રથમ ગેમ 21-13થી જીત મેળવી તો બીજી ગેમ 21-15થી પોતાના નામે કરી ઈતિહાસ રચ્યો હતો. તેને સેમિફાઇનલમાં તાઇ ઝૂ યિંગ સામે હાર મળી હતી અને તે પોતાના મેડલને અપગ્રેટ કરતા ચુકી ગઈ હતી. પરંતુ તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 


બીજી ગેમમાં સિંધુની શાનદાર જીત
પીવી સિંધુએ બીજી ગેમમાં 21-15થી જીત મેળવી હતી. 

સિંધુએ પ્રથમ ગેમ 21-13થી જીીતી
પીવી સિંધુએ આક્રમક શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ગેમમાં શરૂઆતથી સિંધુ બિંગજિયાઓ પર લીડ બનાવી હતી. અંતે સિંધુએ 21-13થી પ્રથમ સેટ પોતાના નામે કરી લીધો હતો. 


સિંધુની ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ સુધીની સફર
પ્રથમ મેચ (ગ્રુપ સ્ટેજ) પોલિકારપોવા સેનિયા (ઇઝરાયલ) વિરુદ્ધ 2-0થી જીત
બીજી મેચ (ગ્રુપ સ્ટેજ) ચેયૂંગ નગન યિ (હોંગકોંગ) વિરુદ્ધ 2-0થી જીત
ત્રીજી મેચ (રાઉન્ડ ઓફ-16) મિયા બ્લિચફીલ્ડ (ડેનમાર્ક) વિરુદ્ધ 2-0થી જીત
ચોથી મેચ (ક્વાર્ટર ફાઇનલ) અકાને યામાગુચી (જાપાન) વિરુદ્ધ 2-0થી જીત
5મી મેચ (સેમિફાઇનલ) તાઈ ઝૂ યિંગ (ચીની તાઇપે) સામે 0-2થી હારી
છઠ્ઠી મેચ (બ્રોન્ઝ મેડલ) બિંગ જિયાઓ (ચીન) વિરુદ્ધ 2-0થી જીત.
 



ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ મળ્યો
ટોક્યો ઓલિમ્પિકની શરૂઆતના બીજા દિવસે વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂને સિલ્વર મેડલ મળ્યો હતો. ત્યારબાદ 10માં દિવસે સિંધુએ ભારતને મેડલ અપાવ્યો છે. ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં બીજો મેડલ મળ્યો છે. 


બે મેડલ જીતનારી પ્રથમ મહિલા એથ્લીટ બની સિંધુ
ભલે પીવી સિંધુ ગોલ્ડ મેડલ ચુકી ગઈ હોય પરંતુ તેણે ઓલિમ્પિકમાં શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. તેણે ચીનની શટલર બિંજગિયાઓને હરાવી બ્રોન્ઝ મેડલ પર કબજો કરી લીધો છે. આ સાથે સિંધુએ ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિક ઈતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા એથ્લીટ બની ગઈ છે. 2016 રિયો ઓલિમ્પિકમાં સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુ પહેલા રેસલર સુશીલ કુમાર 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચુક્યા છે. 


પ્રથમવાર ડાબા હાથની શટલરની સામે હતી સિંધુ
પીવી સિંધુ પોતાના સેમિફાઇનલ મુકાબલામાં તાઈ વિરુદ્ધ રંગમાં જોવા મળી નહીં. તેથી આ ઓલિમ્પિકમાં પ્રથમવાર તેણે કોઈ ગેમ ગુમાવી હતી. દુનિયાની નંબર વન શટલર સામે હાર્યા બાદ હવે તે બ્રોન્ઝ મેડલ મેચમાં વર્લ્ડ નંબર 9 માટે ઉતરી હતી. ચીનની બિંગજિયાઓ ડાબા હાથથી રમનારી ખેલાડી છે. પરંતુ સિંધુ વિશ્વ રેન્કિંગમાં નંબર સાત પર છે. 


જૂનો રેકોર્ડ સિંધુની વિરુદ્ધ
પીવી સિંધુ અને બિંગજિયાઓ વચ્ચે આ મેચ પહેલા કુલ 15 મુકાબલા રમાયા હતા. જેમાં છ વખત સિંધુ તો નવ વખત જિંગજિયાઓએ બાજી મારી હતી.