નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની પસંદગી માટે છ નામોની શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. કપિલ દેવની અધ્યક્ષતા વાળી 3 સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ સોમવારે આ નામોની યાદી ફાઇનલ કરી છે. આ દોડમાં વર્તમાન કોચ રવિ શાસ્ત્રી સિવાય ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન, ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી, પૂર્વ વેસ્ટ ઈન્ડિઝ ઓલરાઉન્ડર અને અફઘાનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સાઇમંસ, ટીમ ઈન્ડિયાના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ફીલ્ડિંગ કોચ રોબિન સિંહનું નામ તેમાં સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 ઓગસ્ટથી શરૂ થનારી આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે પસંદ થયેલા આ ઉમેદવારોએ સીએસી સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવું પડશે. 3 સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ઇન્ટરવ્યૂ બાદ સપ્તાહના અંત સુધી કે આગામી સપ્તાહ સુધી અંતિમ નિર્ણય લેશે. ક્રિકેટ સલાહકાર સમિતિમાં ટીમ ઈન્ડિયાના પોતાના નેતૃત્વમાં પ્રથમ વિશ્વકપ અપાવનાર કેપ્ટન કપિલ દેવ સિવાય અશુંમન ગાયકવાડ અને ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી છે. 


આ દિવસોમાં ટીમની સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો આ પદ પર કાર્યકાળ સમાપ્ત થઈ ચુક્યો છે અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસને ધ્યાનમાં રાખીને તેના કાર્યકાળને 45 દિવસનો વિસ્તાર આપવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રવાના થતાં પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ એકવાર ફરી કોચ રવિ શાસ્ત્રીના રૂપમાં પોતાની પસંદગી જાહેર કરી હતી. પરંતુ હાલમાં સંપન્ન થયેલા વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાનું અભિયાન સેમિફાઇનલમાં પૂરુ થયા બાદ કોચ રવિ શાસ્ત્રીની ખૂબ ટીકા થઈ હતી. 

પૂર્વ ભારતીય બેટ્સમેનની ભવિષ્યવાણી, વિરાટ કોહલી વનડે મેચોમાં ફટકારશે આટલી સદી 


પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ટોમ મૂડી ટીમ ઈન્ડિયાના કોચ પર માટે દાવેદાર હોઈ શકે છે. શ્રીલંકાને પોતાના કોચિંગમાં વર્ષ 2007ના વિશ્વ કપમાં ફાઇનલ સુધી પહોંચાડનાર મૂડી વર્ષ 2012થી આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ છે. તેની કોચિંગમાં હૈદરાબાદ 2016મા ચેમ્પિયન બન્યું હતું. મૂડી ટેકનિકના મામલામાં સૌથી મજબૂત છે અને એક પ્લેયર અને કોચના રૂપમાં તેમની પાસે સૌથી લાંબો અનુભવ છે.