નવી દિલ્હીઃ શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)એ અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાને ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL- 2019)માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પૂરી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, એસએલસીએ હાલમાં કહ્યું હતું કે, વિશ્વકપમાં રમવા માટે ખેલાડીઓએ પોતાની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં રમવું જરૂરી છે. ત્યારબાદ મલિંગાએ આઈપીએલની 12મી સિઝનમાં મુંબઈ માટે શરૂઆતી છ મેચોમાંથી હટવાનો નિર્ણય કર્યો હતો. 


મલિંગાના આ નિર્ણય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ શ્રીલંકન બોર્ડને આગ્રહ કર્યો હતો કે, તે મલિંગાને મુંબઈ માટે જેટલા બની શકે એટલા મેચ રમવાની મંજૂરી આપી અને હવે શ્રીલંકન બોર્ડે ભારતની બોર્ડની વિનંતીને સ્વીકારી લીધી છે. 


શ્રીલંકન બોર્ડે મંગળવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને પૂરા આઈપીએલમાં મલિંગાને રમવાની મંજૂરી આપી દીધી છે. 


બોર્ડ તરફથી આવેલા નિવેદન અનુસાર, મેનેજમેન્ટે મલિંગાને સુપર પ્રાંતીય વનડે ટૂર્નામેન્ટમાં ભાગ લેવાથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે, જેથી તેને આઈપીએલમાં મજબૂત વિપક્ષી ટીમોની સાથે રમવાની તક મળે, જેમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી સામેલ છે.