નવી દિલ્હીઃ યજમાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી છે. આ સાથે સ્ટીવ સ્મિથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના એક મોટા રેકોર્ડને તોડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં સદી અને બીજી ઈનિંગમાં 50થી વધુ રન બનાવનાર વિશ્વનો ત્રીજો ક્રિકેટર બની ગયો છે. આ મામલામાં સ્ટીવ સ્મિથે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વિરાટે પોતાના ટેસ્ટ કરિયરમાં 8 વખત એક ઈનિંગમાં સદી અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી છે, પરંતુ હવે સ્ટીવ સ્મિથે 9 વખત આ કારનામું કર્યું છે. 


એટલું જ નહીં, સ્ટીવ સ્મિથ છેલ્લા પાંચ વર્ષમાં આ કમાલ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. છેલ્લા પાંચ વર્ષ (જેમાં તે 16 મહિના ક્રિકેટ રમ્યો નથી)માં સ્ટીવ સ્મિથે 9 વખત એક ટેસ્ટ મેચમાં સદી અને અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીએ છેલ્લા પાંચ વર્ષમાં 6 વખત એક ટેસ્ટમાં આ કમાલ કર્યો છે. 


આ લિસ્ટમાં સૌથી ઉપર દક્ષિણ આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જેક કાલિસ છે, જે 11 વખત આ સિદ્ધિ મેળવી ચુક્યો છે. તો બીજા સ્થાન પર કાંગારૂ ટીમનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જે 10 વખત ટેસ્ટ મેચની એક ઈનિંગમાં સદી અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી ચુક્યો છે. 

થાઈલેન્ડ ઓપનનું ટાઇટલ જીતીને રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રચ્ચો ઈતિહાસ 


સૌથી વધુ વખત એક ટેસ્ટ મેચાં સદી અને અડધી સદીનો સ્કોર


11 વાર - જેક કાલિસ


10 વાર - રિકી પોન્ટિંગ


9 વાર - સ્ટીવ સ્મિથ


9 વાર - કુમાર સાંગાકારા


9 વાર - એલન બોર્ડર


8 વાર - વિરાટ કોહલી


8 વાર - એલિસ્ટર કૂક