નવી દિલ્હીઃ બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવા રાષ્ટ્રીય કરારમાં પ્રતિબંધિત પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફ્ટનું નામ નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 12 મહિનાના પ્રદર્શનના આધાર પર 2018/19ના સત્ર માટે 20 ખેલાડીઓનો કરાર કર્યો છે. તેમાં પાંચ નવા ખેલાડીઓ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટીવ સ્મિથ બાદ હવે ડેવિડ વોર્નર નહીં કરે પ્રતિબંધ વિરુદ્ધ અપીલ


ફાસ્ટ બોલર રિચર્ડસન, કેન રિચર્ડસન અને એડ્રયૂ ટાય સિવાય ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અને વિકેટકીપર એલેક્સ કારે કરાર મેળવવામાં સફળ થયા છે. નવા ટેસ્ટ કેપ્ટન ટિમ પેન અને બેટ્સમેન શોન માર્શની વાપસી થઈ છે. જ્યારે ફાસ્ટ બોલર જેકસન બર્ડ, સ્પિનર એડમ ઝંમ્પા, ઓલરાઉન્ડર હિલ્ટન કાર્ટરાઇટ અને વિકેટકીપર મેથ્યૂ વેડનું નામ લિસ્ટમાંથી બહાર છે. 


ઓસ્ટ્રેલિયા પરત ફરતાં સ્ટીવ સ્મિથ રડી ઉઠ્યો, પ્રશંસકોની માફી માગી VIDEO


સ્મિથ અને વોર્નર એક વર્ષ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી પ્રતિબંધિત છે, જ્યારે કેમરન બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ છે. 


કોન્ટ્રાક્ટ મેળવેલા ખેલાડીઓની યાદી 
એસ્ટન અગલ, એલેક્સ કારે, પેટ કમિન્સ, એરોન ફિન્ચ, પીટર હેન્ડસ્કોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, ગ્લેન મેક્સવેલ, શોન માર્થ, મિશેલ માર્શ, ટિમ પેન, મેટ રેનશો, જે રિચર્ડસન, કેન રિચર્ડસન, બિલી સ્ટાનલેક, મિશેલ સ્ટાર્ક, માર્ક સ્ટોઇનિસ, એંડ્રૂટૂ ટાય