Smriti Mandhana: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ સોશિયલ મીડિયામાં બબાલ મચાવી છે. સ્મૃતિ મંધાનાના ફોટા ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. ફેન્સ સ્મૃતિના વખાણ કરતા થાકી રહ્યા નથી. હાલમાં ક્રિકેટના ફેન્સનું ધ્યાન આ મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ખેંચ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમેચમાં આવી ચર્ચામાં-
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બ્રિસ્ટલમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમેચ હતી. આ ટેસ્ટમેચમાં મોટાભાગની મહિલા ક્રિકેટરનું ડેબ્યૂ હતું.  આ મેચમાં ઓપનર સ્મૃતિ મંધાના તેની બેટિંગની સાથે તેના લુક્સના કારણે પણ ચર્ચામાં આવી ગઈ છે. 


વાયરલ થઈ સ્મૃતિ-
સ્મૃતિ મંધાનાએ ટેસ્ટ મેચની બીજી પારીમાં 78 અને 8 રન બનાવ્યા હતા. આ મેચમાં સ્મૃતિ મંધાનાની મેદાન પરની કેટલીક અદાઓ કેમેરામેને કેદ કરી લીધી. સ્મૃતિ મંધાનાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા. સોશિયલ મીડિયા યુઝર્સ સ્મૃતિ મંધાનાના વખાણ કરતા થાકતા નથી. લોકો સ્મૃતિ મંધાનાને બોલિવૂડની એક્ટ્રેસ કરતા ચઢિયાતી ગણાવી રહ્યા છે. 


સ્મૃતિ મંધાનાની સુંદરતા પર બન્યા મીમ્સ-
સ્મૃતિ મંધાનાના ફોટા વાયરલ થતા સોશિયલ મીડિયામાં જાતજાતના મીમ્સ બનવા લાગ્યા છે. સ્મૃતિને હવે નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા કહેવામાં આવી રહી છે. ઘણા લોકો સ્મૃતિ મંધાનાની રમતને લઈ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. સ્મૃતિની ખાસ પોનીટેલ બાંધવાનો ફોટો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સ્મૃતિ મંધાનાને સામે મીમ્સ બને છે કે તેની સામે બોલિવુડની એક્ટ્રેસ કઈ નથી. કોઈ મીમ્સમાં કહે છે કે તે ફિલ્ડમાં રમી શકે છે, અને ઘરમાં રસોઈ બનાવવાનું પણ જાણે છે.