ગુવાહાટીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ અમસના ગુવાહાટીમાં રમાઈ રહી છે. આ મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે પાવરપ્લેમાં આક્રમક શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાની આઠમી ઓવર ચાલી રહી હતી ત્યારે મેદાનમાં સાંપ પહોંચી ગયો. જેના કારણે મેચ રોકવી પડી હતી. 


મેચમાં ક્યારેક ટેકનીકલ ખામી, કુતરો કે કોઈ પક્ષી આવી જવાની ઘટના તો જોવા મલતી હોય છે. પરંતુ આ વખતે ગુવાહાટીમાં સાંપ આવી જવાને કારણે મેચ રોકવી પડી હતી. મેદાનમાં સાંપ ઘુસી ગયો તેના પર આફ્રિકન ખેલાડીનું ધ્યાન ગયું હતું. ત્યારબાદ અમ્પાયરને જાણ કરવામાં આવી હતી. સાંપને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધી મેચ રોકવાની ફરજ પડી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube