ICC Champions Trophy 2025 Latest Update: 2025 ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને માહોલ સતત ગરમ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે  ICCને જણાવી દીધું કે ટીમ ઈન્ડિયા કોઈપણ સ્થિતિમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં. તેમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં કરાવવાની જીદ કરી રહ્યું છે. પરંતુ બીસીસીઆઈએ હાઇબ્રિડ મોડલની ઓફર આપી છે, પરંતુ પાકિસ્તાન તેના પર રાજી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના એક પ્રતિષ્ઠિત અખબારમાં છપાયેલા રિપોર્ટ અનુસાર પીબીસી સ્પષ્ટ રૂપથી આઈસીસીને કહેશે કે ભવિષ્યમાં 2025 ચેમ્પિયન્સ ટ્રોફી સહિત કોઈ પણ આઈસીસી ટૂર્નામેન્ટ માટે ભારત અને પાકિસ્તાનને એક ગ્રુપમાં ન રાખવામાં આવે. જ્યાં સુધી ભારત પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે સહમત ન થઈ જાય. ત્યાં સુધી પાકિસ્તાન ભારત વિરુદ્ધ રમવા ઈચ્છતું નથી. 


આ પહેલા સમાચાર આવ્યા હતા કે પીસીબીએ આઈસીસીને લેટર લખ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયા ભલે ટૂર્નામેન્ટમાં રમે કે નહીં, પરંતુ પાકિસ્તાન કોઈપણ સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છોડવા ઈચ્છશે નહીં. એક રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈએ પોતાની ટીમ સરહદ પાર ન મોકલવાનું કોઈ કારણ જણાવ્યું નથી. કારણ જાણ્યા બાદ પીસીબી આ સમસ્યાનો ઉકેલ લાવવા પર વિચાર કરશે. 


19 ફેબ્રુઆરીથી રમવાની છે ચેમ્પિયન્સ ટ્રોફી
તમને જણાવી દઈએ કે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી થવાનો છે. તો તેનો ફાઈનલ મુકાબલો 9 માર્ચથી રમાવાનો છે. હજુ સુધી ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો નથી. પરંતુ પીસીબીએ પોતાનું ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને મોકલી દીધું છે. 


એક રિપોર્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે જો પીસીબી હાઇબ્રિડ મોડલની ઓફર ઠુકરાવી દે તો પછી પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની છીનવાઈ જશે. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થશે. જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડલનો સ્વીકાર કરે તો ભારતીય ટીમ પોતાની મેચ દુબઈમાં રમશે.