આ બોલ્ડ અભિનેત્રીને જોઈ બેકાબૂ બન્યો હતો રોહિત શર્મા, પણ આ એક હરકતથી થયું હતું બ્રેકઅપ!
આ અભિનેત્રી રોહિત શર્માને ડેટ કરી ચૂકી છે. તેનું બ્રેક એપ કેમ થયું અને એકબીજાની નજીક કેવી રીતે આવ્યા તે આ અહેવાલમાં જાણો.
અભિનેત્રી સોફિયા હયાતનો હાલમાં જ જન્મદિવસ ગયો. સોફિયા હયાત હંમેશા પોતાની બોલ્ડ ઈમેજના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે અભિનેત્રીનું નામ ક્રિકેટર રોહિત શર્માના કારણે ચર્ચામાં રહેતું હતું. સોફિયા હયાતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને જણાવ્યું હતું કે તે રોહિત શર્માને ડેટ કરી ચૂકી છે. તેનું બ્રેક એપ કેમ થયું અને એકબીજાની નજીક કેવી રીતે આવ્યા તે આ અહેવાલમાં જાણો.
પાર્ટીમાં થઈ હતી સોફિયા અને રોહિતની મુલાકાત
ક્રિકેટર રોહિત શર્માની મુલાકાત સોફિયા હયાત સાથે પાર્ટીમાં થઈ હતી. રોહિત શર્મા વિદેશમાં હતો અને મિત્રો સાથે પાર્ટીમાં ગયો જ્યાં સોફિયા મળી હતી. રોહિત શર્મા અને સોફિયાની ઓળખ એક કોમન ફ્રેન્ડે કરાવી હતી. આ કોમન ફ્રેન્ડના કારણે સોફિયા અને રોહિત દોસ્ત બન્યા.
સોફિયાને જોતા જ રોહિતે કરી હતી કિસ
સોફિયાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રોહિત શર્માએ જેવી તેને પાર્ટીમાં જોઈ તરત જ કિસ કરી લીધી હતી. ત્યારબાદ બંને ડાન્સ ફ્લોર પર ગયા અને સાથે ઠુમકા લગાવ્યા હતા. આ પાર્ટી બાદ સોફિયા અને રોહિત શર્માની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. બંને વચ્ચે હળવા મળવાનું શરૂ થયું અને પછી બંને નજીક આવી ગયા.
રોહિત શર્માએ ક્યારેય પ્રેમનો એકરાર ન કર્યો
રોહિત શર્માએ ક્યારેય સોફિયા હયાત સાથે પોતાના સંબંધ પર મોઢું ન ખોલ્યું. એટલે સુધી કે જ્યારે બંનેને લઈને ખબરોનું બજાર ગરમ હતું ત્યારે પણ રોહિત શર્મા મૌન જ રહ્યો. અભિનેત્રી સોફિયા હયાતે પોતાની ટ્વીટમાં અનેકવાર રોહિત શર્મા પર નિશાન સાધ્યું. રોહિત શર્માએ તે વખતે પણ કશું કહ્યું નહીં.
રોહિતની આ વાતથી નારાજ હતી સોફિયા
અભિનેત્રી સોફિયા હયાત રોહિત શર્માને એ વાતથી નારાજ હતી કે તેણે મીડિયા સામે અભિનેત્રીને પોતાની ફેન ગણાવી હતી. મીડિયાનો જવાબ આપતા રોહિતના મોઢામાંથી નીકળેલા આ શબ્દો એટલા ભારે પડ્યા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
વિરાટ કોહલી સાથે પણ જોડાયુ હતું નામ
જે દિવસોમાં રોહિત શર્મા અને સોફિયા હયાતના સંબંધ ચર્ચામાં હતા ત્યારે સોફિયાનું નામ વિરાટ કોહલી સાથે પણ જોડાયું હતું. જો કે વિરાટ અને સોફિયાના સંબંધ અંગે વધુ ખબરો સામે આવી નહીં. ટીમ ઈન્ડિયાના હીટમેન રોહિતે સોફિયા હયાત સાથે નાતો તોડ્યા બાદ લગ્ન કરી લીધા. આજે તેની એક સુંદર પુત્રી પણ છે.