મેલબોર્નઃ અમેરિકાની 21 વર્ષની યુવા ટેનિસ ખેલાડી સોફિયા કેનિને શનિવારે પોતાના કરિયરનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન તરીકે જીતી લીધું છે. વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમમાં સોફિયાએ મહિલા સિંગલ વર્ગની ફાઇનલમાં સ્પેનની ગાર્બિને મુગુરૂઝાને પરાજય આપીને ઓસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી કબજે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ નંબર-15 કેનિને વર્લ્ડ નંબર-32 મુગુરૂઝાને 4-6, 6-2, 6-2થી હરાવી હતી. આ મેચ બે કલાક ત્રણ મિનિટ સુધી ચાલી હતી. સોફિયા પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમી રહી હતી. આ તેનું ત્રીજું ઓસ્ટ્રેલિયા ઓપન હતું. 2018માં તે પ્રથમ અને 2019માં તે બીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. મુગુરૂઝાનો પ્રયત્ન પોતાના ત્રીજા ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનો હતો. તે 2016માં ફ્રેન્ચ ઓપન અને 2017માં વિમ્બલ્ડન જીતી ચુકી છે. 2015માં તે વિમ્બલ્ડનની ફાઇનલમાં પણ પહોંચી હતી, પરંતુ રનર્સઅપ રહી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર