કોલકાતા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ શુક્રવારે કહ્યું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ડે-નાઈટ (દિવસ-રાત) ટેસ્ટ મેચ રમવા માટે સહમત છે. બાંગ્લાદેશ સામે રમાનારી સિરીઝ માટે ટીમ પસંદગીના ઉદ્દેશ્યથી ગાંગુલી ગુરુવારે મુંબઈમાં કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માને મળ્યા હતાં. એવું કહેવાઈ રહ્યું છે કે તેમણે દિવસ રાત ટેસ્ટ મેચ રમવાના મુદ્દે પણ ચર્ચા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ ડે નાઈટ ટેસ્ટ સાથે સહમત નથી
ગાંગુલીએ શુક્રવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી) દ્વારા આયોજિત એક સ્વાગત સમારોહમાં કહ્યું કે અમે બધા આ અંગે વિચારી રહ્યાં છીએ. અમે આ અંગે કઈંક કરીશું. હું દિવસ-રાત ટેસ્ટ મેચમાં વિશ્વાસ રાખુ છું. કોહલી પણ આ માટે સહમત છે. મને અખબારોમાં ઘણા રિપોર્ટ્સમાં જોવા મળે છે કે તે તેના પક્ષમાં નથી પરંતુ એ વાત સાચી નથી. રમતને આગળ વધારવાની જરૂર છે અને આ જ આગળનો રસ્તો છે. લોકોએ કામ પૂરું કરીને ચેમ્પિયન્સને રમતા જોવા જોઈએ. મને નથી ખબર કે આવું ક્યારે બનશે પરંતુ આ જરૂર થશે.


જુઓ LIVE TV


ખેલ જગતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...