ના રાજીનામું, ના રાજનીતિ, દાદાની આ હશે નવી ઈનિંગ, જાણો ક્યારે અને કેવી રીતે કરશે નવી શરૂઆત
નવી દિલ્લીઃ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના એક ટ્વીટથી ભાર અસમંજસ અને ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષ પદથી રાજીનામું આપી નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરશે. પરંતુ હવે એ વાતનો ખુલાસો થઈ ગયો છે સૌરવ ગાંગુલી રાજીનામું આપવાના નથી. અને રાજકારણમાં પણ જોડાવવા નથી. પરંતુ ચોક્કસપણે એક નવી ઈનિંગની શરૂઆત કરી રહ્યા છે.
સૌરવ ગાંગુલીનો ખુલાસો-
BCCIના અધ્યક્ષ પદ પરથી રાજીનામાની વાત પર ખુદ સૌરવ ગાંગુલીએ પૂર્ણવિરામ મૂક્યો છે. સૌરવ ગાંગુલીએ એક વર્લ્ડવાઈડ એજ્યુકેશન એપ્લીકેશન લોંચ કરી છે. જેનાથી એક નવી ઈનિંગની શરૂઆત કરી છે. પરંતુ BCCIના અધ્યક્ષ પદ યથાવત રહીને.
એક ટ્વીટથી રાજકીય ખળભળાટ મચ્યો હતો-
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે સાંજે એક ટ્વીટ કરતા ક્રિકેટથી લઈને રાજનીતિની ગલીઓમાં ખળભળાટ મચી ગયો હતો. સૌરવ ગાંગુલીએ પોતાના ક્રિકેટ કરીયરના 30 વર્ષ પૂર્ણ થવા પર એક એલાન કર્યું હતું કે તે એક નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેના માટે પોતાના ફેન્સનું સમર્થન માગ્યું હતું.
ટ્વીટથી લાગી રહી હતી અટકળો-
ગાંગુલીના ટ્વીટ બાદ એવી અટકળો લાગવા લાગી હતી કે દાદા હવે રાજનીતિની નવી ઈનિંગ રમવા જઈ રહ્યા છે. તે ક્યા પક્ષમાં જોડાશે ભાજપ કે TMC. આ ચર્ચા પર પણ સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગયો હતો. સાથે સાથે BCCIના અધ્યક્ષના પદેથી રાજીનામાની ચર્ચાએ પણ ખુબ જોર પકડ્યું હતું. પરંતુ જય શાહે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો હતો.
દાદાએ લોંચ કરી એજ્યુકેશન એપ્લિકેશન-
ચર્ચાઓ બાદ ખુદ સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે મેં એક વૈશ્વિક એજ્યુકેશન એપ્લિકેશન લોંચ કરી છે. હું કોઈ રાજકિય ઈનિંગની શરૂઆત નથી કરી રહ્યો. અને ના તો BCCIના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે.
30 વર્ષ પૂર્ણ થવાની ટ્વીટથી મચી ખલબલી-
ગાંગુલીએ ટ્વીટ કરીને કહ્યું કે વર્ષ 2022માં ક્રિકેટની સફરની શરૂઆત થયાને 30 વર્ષ પૂર્ણ થયા છે. આ સફરમાં ક્રિકેટે મને બહુ બધુ આપ્યું છે. જેમાં સૌથી મહત્વનું આપનો સાથ પણ મળ્યો છે. જેથી હું દરેક વ્યક્તિનો દિલથી આભાર માનું છું. મારી આ યાત્રામાં મારી સાથે રહ્યા, મને સાથ આપ્યો, આજે હું જે કાંઈ છું ત્યા પહોંચવામાં મને મદદ કરનાર તમામનો દિલથી આભાર. આજે હું કંઈક એવું શરૂ કરવાની યોજવાના બનાવી છે જે બહુ બધા લોકો માટે મદદરૂપ સાબિત થશે. મને આશા છે તમે બધા મારી આ નવી ઈનિંગમાં પણ મને એટલો જ સપોર્ટ કરશો.