કોલકત્તાઃ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ થોડી નબળી થઈ છે પરંતુ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સાતમી વખત એશિયા કપનું ટાઇટલ જીતી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીને છ દેશોની ટૂર્નામેન્ટમાં આરામ આપવામાં આવ્યો છે. શનિવારથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં મનીષ પાંડે, કેદાર જાધવ અને અંબાતી રાયડૂ જેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. 


ગાંગુલીએ કહ્યું, ભારત ભલે ઈંગ્લેન્ડમાં સારૂ પ્રદર્શન ન કરી શક્યું પરંતુ નિર્ધારિત ઓવરમાં તે મુખ્ય ટીમ છે. વિરાટ કોહલી હોવાથી ટીમ મજબૂત થાય છે. પરંતુ રોહિત શર્માનો પણ કેપ્ટન તરીકે સારો રેકોર્ડ છે. તેથી આશા છે કે ટીમ તેના નેતૃત્વમાં સારૂ પ્રદર્શન કરશે. તે (એશિયા કપ) જીતવા સક્ષમ છે. 


ભારત આ ટૂર્નામેન્ટમાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ત્રણ વાર (જો બંન્ને ટીમ ફાઇનલમાં પહોંચી તો) ટકરાઈ શકે છે. એશિયા કપની પ્રથમ મેચ આજે એટલે કે શનિવાર શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. 


પાકિસ્તાનનો યૂએઈમાં શાનદાર રેકોર્ડ છે પરંતુ ગાંગુલીનું માનવું છે કે તેનાથી ભારત પર કોઈ વધારાનું દબાવ પડશે નહીં. 


ગાંગુલીએ કહ્યું, હા પાકિસ્તાન ત્યાં સારૂ રમ્યું છે, પરંતુ તેનાથી ભારતને કોઈ ફેર પડવો જોઈએ નહીં. તે સારૂ કરી શકે છે. ત્યાંની સ્થિતિ લગભગ તે પ્રકારે છે જે ઉપમહાદ્વિપમાં હોય છે. ભારતની વનડે ટીમ સારી છે, ટાઇટલ જીતવાની શક્યતા છે પરંતુ તે માટે ટીમે સારૂ પ્રદર્શન કરવું પડશે.