નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે બીસીસીઆઈના 39મા અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળી લીધો છે. ગાંગુલીને આગામી 9 મહિના માટે સત્તાવાર રૂપથી ભારતીય ક્રિકેટના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે સર્વોચ્ચ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિનો 33 મહિનાનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. ગાંગુલીની અધ્યક્ષના રૂપમાં સફર આસાન રહેશે નહીં, તેની સામે 9 મહિનાના કાર્યકાળમાં ઘણા પડકારો છે. તેમાંથી મુખ્ય પાંચ પડકાર આ પ્રકારે છે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. આઈસીસીમાં ભારતની સ્થિતિ- સમસ્યા
તે કોઈથી છુપાયેલું નથી કે આઈસીસીમાં ભારતનું વર્ચસ્વ ઘટ્યું છે અને આઈસીસીના નવા કાર્યસમૂહમાં બીસીસીઆઈનો કોઈ પ્રતિનિધિ નથી. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનના વિશ્વાસપાત્ર સુંદર રમન દ્વારા તૈયાર કરવામાં આવેલા 'બિગ થ્રિ મોડલ' (ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત) હેઠળ ભારતને આઈસીસીના મહેસૂલ ફાળવણી મોડેલમાથી 57 કરોડ ડોલર મળતા હતા. શશાંક મહોનરના આવ્યા બાદ ભારત પરંતુ બિગ થ્રી મોડલ પર સહમતિ બનાવી શક્યું નથી અને તેને 2016, 2023 સત્ર માટે 29 કરોડ 30 લાખ ડોલરથી સંતોષ કરવો પડ્યો, જે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડથી 15 કરોડ વધુ છે. 


હવે સમસ્યાનો પડકાર
સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના પ્રતિનિધિ તરીકે આઈસીસી સાથે વાત કરવી પડશે. બોર્ડને 40 કરોડ ડોલર મળી શકે છે. ગાંગુલીએ પણ પત્રકાર પરિષદમાં 37 કરોડ 20 લાખ ડોલર મળવાની વાત કરી છે. જો એન શ્રીનિવાસન કે સુંદર રમન બીસીસીઆઈના પ્રતિનિધિ તરીકે આઈસીસીમાં જાય છે અને બીસીસીઆઈની પાસે મત ન હોય તો ટકરાવની સ્થિતિ પણ બની શકે છે. 

સૌરવ ગાંગુલી બન્યા 39મા બીસીસીઆઈ પ્રમુખ, આવો જાણીએ અત્યાર સુધી કોણ-કોણ રહ્યું આ પદ પર


2. ટી20 વિશ્વ કપ 2016 અને ભાવી આઈસીસી ટૂર્નામેન્ટોને ભારતમાં કર છૂટ
ગાંગુલીએ બીસીસીઆઈની કાયદાકીય અને નાણાકિય ટીમ પાસે સંપૂર્ણ સહયોગ જોઈએ, કારણ કે આઈસીસી ભારતમાં તમામ ટૂર્નામેન્ટ માટે ટેક્સમાં છૂટ ઈચ્છે છે. મનોહરે પણ તે ચેતવણી આપી છે કે કરનો તમામ ભાર બીસીસીઆઈની વાર્ષિક આવક પર પડશે. તેનો હલ તે નિકળી શકે કે આઈસીસીના પ્રસારક સ્ટાર સ્પોર્ટસને કરનો બોજ વહન કરવાનું કહેવામાં આવશે, જેનો ભારતમાં સંપૂર્ણ પાયાનું માળખુ છે અને તેણે પ્રોડક્શન ઉપકરણ આયાત કરવા પડશે નહીં. 


3 ડોમેસ્ટિક ક્રિકેટરોને ચુકવણી
ભારતીય ક્રિકેટના વર્ષો જૂના આ મુદ્દાને ગાંગુલીએ પ્રાથમિકતા જણાવી છે. હાલ પ્રથમ શ્રેણીના ક્રિકેટરને એક લાખ 40 હજાર રૂપિયા પ્રતિ મેચ મળે છે. સત્રના અંતે બીસીસીઆઈ પોતાની વાર્ષિક કુલ આવકમાથી 13 ટકા પણ તેને આપે છે. એક સત્રમાં ડોમેસ્ટિક ક્રિકેટરને 25 લાખ રૂપિયા મળી જાય છે, તો ચાર દિવસીય, લિસ્ટ એ અને ટી20 મેચ રમે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની કમાણી ખુબ વધારે છે. તેને એક ટેસ્ટ માટે 15 લાખ રૂપિયા, વનડેના આઠ લાખ અને ટી20ના ચાર લાખ રૂપિયા મળે છે. આ સિવાય 20 ક્રિકેટરોનો વાર્ષિક કરાર પણ છે. 

ધોનીની નિવૃતી પર બોલ્યો ગાંગુલી- ચેમ્પિયન પોતાની રમત ઝડપથી છોડતા નથી


4. ઘરેલૂ માળખું
દેવધર ટ્રોફી, રણજી ટ્રોફીનું માળખું અને અમ્પાયરિંગનું સ્તર, ટૂર્નામેન્ટોની સંખ્યામાં ઘટાડો અને પ્રથમ શ્રેણી ક્રિકેટ માટે સારી પિચો. 


5. હિતોનો ટકરાવ
ગાંગુલી ખુદ તેનો ભોગવી ચુક્યો છે અને પોતાના સાથીઓ સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને પણ આ વિવાદનો સામનો કરતા જોયા છે. આ નિયમ પ્રમાણે એક વ્યક્તિ એક પદ સંભાળી શકે છે. તેનાથી ક્રિકેટ સલાહકાર સમિતિ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં સારા ક્રિકેટરોને લાવવાના વિકલ્પ ઓછા થઈ જશે.