નવી દિલ્હીઃ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઓસ્ટ્રેલિયાની ટીમની કોઇપણ કિંમતે જીત મેળવવાની ઘેલછાની ટીકા કરતા કહ્યું કે સ્ટીવ સ્મિથ અને તેની ખેલાડીઓની આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં બોલ સાથે છેડછાડ કરવાની યોજના મૂર્ખતાપૂર્ણ હતી. ગાંગુલીએ એક ચેનલ પર ચર્ચામાં કહ્યું, સ્મિથે બોલ સાથે છેડછાડ કરવાની જરૂર ન હતી. મને લાગે છે કે સ્મિથ, વોર્નર કે બોનક્રાફ્ટે જે પણ કર્યું તે, પૂર્ણ રૂપમે મુર્ખતાપૂર્ણ કાર્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે કહ્યું, મને લાગે છે કે તેને (સ્મિથ) કંઇક ભૂલી (બ્રેન ફેડ) ગયો. ગત વખતે જ્યારે તે ભારતમાં હતો તો તેણે કહ્યું હતું કે તેને બ્રેન ફેડ થઈ ગયો હતો અને આ ઘટના પણ આ કહેવા માટે હતી. પરંતુ આ ઘટના બાદ મને ખરેખર લાગે છે કે તેને બ્રેન ફેડ થઈ ગયો છે. ગાંગુલીએ કહ્યું, આ બધુ ઓસ્ટ્રેલિયા ટીમની કોઈપણ હાલતમાં જીત મેળવવાને કારણે થાય છે, જે યોગ્ય નથી. ઓસ્ટ્રેલિયા આજ રીતે ક્રિકેટ રમે છે. 


મારા કેરિયરમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સાથે ઘણીવાર ટક્કર થાય છે. તેણે કહ્યું, 2008માં જ્યારે એક જ ટીમ ખેલ ભાવના અંતર્ગત રમી રહી હતી, હું 60 રનના સ્કોર પર રમતો હતો અને રિકી પોન્ટિંગે મને એક બાઉન્સર પર આઉટ કર્યો. મારા આઉટ થયા બાદ ટેસ્ટ મેચ બદલી ગયો. 


પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે પણ ચર્ચાનો ભાગ હતો. તેણે કહ્યું, કોઇપણ પૂરાવા વગર (2008માં મંકીગેટ પ્રકરણ) અને કોઇપણ યોગ્ય તપાસ વિના મારા પર ત્રણ મેચનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. અહીં તમે જુઓ બેનક્રાફ્ટે બોલ સાથે ચેડા કર્યા હતા. તેના પર માત્ર 75 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો. સ્મિથ અને બેનક્રાફ્ટને આકરી સજા આપવાની જરૂર હતી. હું તેમ નહીં કહું કે, 6 મહિના કે આજીવન પ્રતિબંધ લાગે પરંતુ ઓછામાં ઓછો બે કે ત્રણ મેચનો પ્રતિબંધ લગાવવાની જરૂર હતી.