નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન અને બંગાળ ક્રિકેટ એસોસિએશનના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI )ના અધ્યક્ષ પદનો કાર્યભાર બુધવારે સંભાળશે. તે બીસીસીઆઇના 30મા અધ્યક્ષ હશે. સૌરવ ગાંગુલી આ પદ માટે અરજી કરનાર એકમાત્ર ઉમેદવાર હતા. 14 ઓક્ટોબરના રોજ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ પહેલાં સૌરવ ગાંગુલા નામ પર ક્રિકેટ સંઘો વચ્ચે સહમતિ બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા એવા બીસીસીઆઇ અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી
ગાંગુલી ટીમ ઇન્ડીયાની કેપ્ટનશિપ કરનાર બીસીબીઆઇ અધ્યક્ષ ચૂંટાનારા બીજા ખેલાડી હશે. આ પહેલાં 1954-1957 વિજયાનગરમના મહારાજા આ પદ પર રહ્યા હતા જોકે તે પહેલાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન રહી ચૂક્યા હતા. તો બીજી તરફ ગુજરાત ક્રિકેટ સંઘના પૂર્વ સંયુક્ત સચિવ જય શાહ બોર્ડના નવા સચિવ હશે. જય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે. નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરના ભાઇ અરૂણ ધૂમલને કોષાધ્યક્ષ બનવું નક્કી છે. અરૂણ ધૂમલ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. 


સીઓએનું અસ્તિત્વ થશે સમાપ્ત
લગભગ 33 મહિના જૂની સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટકર્તાઓની સમિતિ (CoA)ની પાસે બુધવાર સુધી જ બીસીસીઆઇના નવા સંવિધાન હેઠળ સિલેક્ટ કરવાની જવાબદારી હતી. હવે બીસીસીઆઇની ટીમ સૌરવ ગાંગુલી દ્વારા પદ સંભાળતા જ પોતાનું કામ શરૂ કરી દેશે આ સાથે જ સીઓએ ઔપચારિક રીતે ખતમ થઇ જશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સીઓએને કહ્યું કે જેવી રીતે બીસીસીઆઇના નવા અધિકારી પોતાનો કાર્યભાર સંભાળ લેશે, તે પોતાનું કામ બંધ કરી દે.


શું રહેશે પ્રાથમિકતા
સૌરવ ગાંગુલીએ પોતાના અધ્યક્ષ ચૂંટાતા નિશ્વિત થયા બાદ જ પોતાના પ્રાથમિકતાઓ નક્કી કરી દીધી છે. તેમનું કહેવું છે કે તે થોડા મહિનાઓમાં બીસીસીઆઇમાં બધુ ઠીક કરવા પર ધ્યાન આપશે. સૌરવ ગાંગુલી આ જવાબદારીને એક પડકાર ગણે છે. તેમની પ્રથમ પ્રાથમિકતા ફર્સ્ટ ક્લાસ ક્લ્રિકેટર્સને ધ્યાન રાખવાનું રહેશે. ક્રિકેટરઓના નાણાકીય હિતો માટે રણજી ટ્રોફી ક્રિકેટ પર તેમનું ફોકસ રહેશે.