નવી દિલ્હીઃ બીસીસીઆઈના નૈતિક અધિકારીએ સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને કહ્યું કે, તે એક સમય પર બે કામ ન સંભાળી શકે. હકીકતમાં ગાંગુલી અને લક્ષ્મણે સુપ્રીમ કોર્ટ ગ્વારા રચાયેલી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના સભ્યો છે. આ સાથે તે આઈપીએલમાં પણ અલગ-અલગ ટીમોના મેન્ટરની જવાબદારી સંભાળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના નૈતિક અધિકારી ડીકે જૈને ગુરૂવારે આ નિર્ણય સંભળાવ્યો હતો. જૈને કહ્યું, 'બંન્ને પૂર્વ ખેલાડીઓ દ્વારા બે કામકાજ સંભાળવા હિતોના ટકરાવનો મામલો છે. લોઢા સમિતિની ભલામણો પ્રમાણે, એક સમયમાં એક વ્યક્તિ એક પદ પર રહી શકે છે. સચિન તેંડુલકરના મામલામાં તે મુશ્કેલી નથી, કારણ કે તે સલાહકાર સમિતિ છોડી ચુકી છે. પરંતુ ગાંગુલી અને લક્ષ્મણ તેમાંથી કોઈ એક પદને પસંદ કરે. તેણે નિર્ણય કરવો પડશે કે તે ભારતીય ક્રિકેટને કઈ રીતે આગળ વધારશે.'


વિવાદ થયા બાદ સચિને છોડ્યું હતું પદ
સૌરવ ગાંગુલી આ સમયે સલાહકાર સમિતિની સાથે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલના અધ્યક્ષ પણ છે. સાથે તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમના મેન્ટર છે. લક્ષ્મણ આ પદ પર સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે છે. તેંડુલકર આ પહેલા સલાહકાર સમિતિ અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે મેન્ટર તરીકે જોડાયેલા હતા. પરંતુ બાદમાં તેમણે સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. લક્ષ્મણે પણ બે પદ રાખવાના વિવાદ બાદ રાજીનામાની રજૂઆત કરી હતી. 

VIDEO- ક્રિકેટ બાળકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છેઃ વિરાટ કોહલી 


કોમેન્ટ્રી કરતા ખેલાડીઓ આ સ્થિતિ માટે તૈયાર રહે
વિશ્વકપમાં રોબિન ઉથપ્પા અને ઇરફાન પઠાણ જેવા ખેલાડીઓ દ્વારા કોમેન્ટ્રી કરવાના મામલા પર પણ જૈને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, લોઢા સમિતિની ભલામણો પ્રમાણે, આ હિતોના ટકરાવનો મામલો છે. આ મુજબ એક્ટિવ ખેલાડીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખસ કરાવી શકાય છે. તેણે પણ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. અમે કોઈને કોમેન્ટ્રી કરતા રોક્યા નથી. પરંતુ હિતોના ટકરાવના મામલાનો બીસીસીઆઈના બંધારણ પ્રમાણે ઉકેલ લાવવામાં આવશે.