ભાઈ સ્નેહાશીષને કોરોના, હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે સૌરવ ગાંગુલી
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ભાઈ અને બંગાળના પૂર્વ ક્રિકેટર સ્નેહાશીષ ગાંગુલી કોરોનાથી સંક્રમિત થયા છે.
કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Chairman Saurabh Ganguly) બુધવારે હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા કારણ કે તેમના મોટા ભાઈ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (કેબ)ના જોઈન્ટ સેક્રેટરી સેન્હાશીષ ગાંગુલીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બંગાળની રણજી ટીમના પૂર્વ ખેલાડી રહેલા સ્નાહાશીષ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ૉ
કેબના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું, છેલ્લા કેટલાક દિવસથી તેમને તાવ હતો અને આજે તેમનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આઈપીએલ 2020 અને નેશનલ કેમ્પને યૂએઈમાં આયોજીત કરવાની યોજના બનાવી રહ્યું છે BCCI: રિપોર્ટ
ગાંગુલીના એક નજીકના સૂત્રએ જણાવ્યું, રિપોર્ટ મોડી સાંજે આવ્યો છે. સ્વાસ્થ્ય પ્રોટોકોલને કારણે ગાંગુલીએ એક ચોક્કસ સમય માટે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. પરંતુ ગાંગુલીએ આ મુદ્દા પર કોઈ વાત કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube