ડરબનઃ ભારતીટ ટીમ અને સાઉથ આફ્રીકાની વચ્ચે 6 મેચોની વન ડે સીરીઝની પહેલી મેચ ડરબનનાં કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રીકાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી હતી અને 269 રન બનાવ્યા હતા. જેનાં પગલે ભારતીય ટીમને જીતવા માટે 270 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 
સાઉથ આફ્રીકાએ ભારત સામે 270 રનનો લક્ષ્યાંક મુક્યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી મેજબાન ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા. આાફ્રિકા માટે કેપ્ટન ફાક ડુ પ્લેસિસે 120 રનની આક્રમક રમત દેખાડી હતી અને પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતીમાંથી ઉગારી હતી. ફાક ડુ પ્લેસિસ 112 બોલમાં 11 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 120 રનોનો દાવ રમ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ આફ્રિકાએ 25 ઓવરમાં 3 વિકેટે 120 રન બનાવ્યા છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ડ્યુમિની રમતમાં છે. આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. બુમરાહે માત્ર 31 રનના સ્કોર આફ્રિકાને પહેલો ઝટકો આપ્યો હતો. અમલા માત્ર 16 રન બનાવી પેલેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ચહલે ડી કોકને 34 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. માર્કરમ 11 રને ચહલનો શિકાર બન્યો હતો. બુમરાહને એક અને ચહલને બે સફળતા મળી છે. 


ભારત અને આફ્રિકા વચ્ચે છ મેચની વનડે શ્રેણીનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ વનડેમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતનું લક્ષ્ય આફ્રિકાની ધરતિ પર પ્રથમ વનડે શ્રેણી વિજયનું હશે. વિશ્વકપ 2019ને હવે 14 મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે આ શ્રેણીથી ભારત ક્રિકેટના મહાકૂંભની તૈયારી શરૂ કરશે. ભારતે પોતાની મોટી ટેસ્ટ શ્રેણી રમતા પહેલા ઘણા વનડે મેચ રમવાના છે તેથી આફ્રિકા સામે સકારાત્મક શરૂઆત થવી ખુબ જરૂરી છે. 


બંન્ને ટીમ આ પ્રમાણે છે 
ભારતઃ વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, રહાણે, એમ એસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ 


આફ્રિકાઃ હાસિમ અમલા, ડી કોક, ફાફ ડૂ પ્લેસીસ, એડન માર્કરમ, ડેપી ડ્યુમિની, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, એન્ડિલ ફેલલ્હુકવાયો, કાગિસો રબાડા, મોર્ને મોર્કલ, ઈમરાન તાહિર