AUSvsSA: ટી20 સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની વાપસી
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ 11 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ 21 ફેબ્રુઆરીથી જોગનિસબર્ગમાં રમાશે.
નવી દિલ્હીઃ South Africa vs Australia T20I Series: યજમાન સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે કાંગારૂ ટીમ વિરુદ્ધ સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પોતાની મજબૂત ટીમની પસંદગી કરી છે. સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની વાપસી થઈ છે, જ્યારે ફાસ્ટ બોલર રબાડા અને એનરિક નોર્ત્જે પણ ટીમ સાથે જોડાઇ ગયા છે.
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ 11 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ 21 ફેબ્રુઆરીથી જોગનિસબર્ગમાં રમાશે, જ્યારે બીજી મેચ પોર્ટ એલિઝાબેથમાં 23 ફેબ્રુઆરી અને સિરીઝની અંતિમ અને છેલ્લી મેચ 26 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાશે. આ 3 મેચોની સિરીઝ બાદ બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે. જેનો પ્રારંભ 29 ફેબ્રુઆરીથી થશે.
લાંબા સમય બાદ ડુ પ્લેસિસની વાપસી
જુલાઈ 2019માં પોતાની અંતિમ નિર્ધારિત ઓવરની મેચ રમનાર પૂર્વ કેપ્ટન ફાફ માર્ચ 2019 બાદ ટી20 ટીમમાં સામેલ થયો છે. સોમવારે આફ્રિકાની ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ ડુ પ્લેસિસને ટીમમાં સીનિયર ખેલાડી અને બેટ્સમેન તરીકે તક આપવામાં આવી છે. ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન તરીકે સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. ત્યારબાદ વિરાટ કોહલી અને કેન વિલિયમ્સનનો નંબર આવે છે.
ICC T20 Ranking: કોહલીને થયું નુકસાન, જાણો કેએલ રાહુલ અને રોહિતની સ્થિતિ
સાઉથ આફ્રિકાની ટીમ આ પ્રકારે છે
ક્વિન્ટન ડિ કોક (કેપ્ટન અને વિકેટકીપર), તેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ, રાસી વેન ડેર ડુસેન, ડેવિડ મિલર, પીટ વૈન બિલ્ઝોન, ડ્વાઇન પ્રિટોરિયસ, એન્ડીલે ફેહલુકવાયો, જોન-જોન સ્મુટ્સ, કગિસો રબાડા, તબરેજ શમ્સી, લુંગી એન્ગિડી, બીજોર્ન ફોર્ટિન, એનરિક નોર્ત્જે, ડેલ સ્ટેન અને હેનરિક ક્લાસેન.
* તેમ્બા બાવુમાની પસંદગી MRI સ્કેન આવ્યા બાદ નક્કી થશે, કારણ કે તેના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube