દમ્બુલ્લાઃ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં મળેલા પરાજયને ભુલાવતા સાઉથ આફ્રિકાએ પ્રથમ વનડેમાં શ્રીલંકાને પાંચ વિકેટે હરાવી દીધું. ફાસ્ટ બોલર કાગિસો રબાડા અને ચાઇનામેન તબરેજ શમ્સીએ આફ્રિકાની જીતનો પાયો નાખ્યો જેને બેટ્સમેનોએ 114 બોલ પહેલા હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રબાડાએ 41 રન આપીને ચાર અને ચાઇનામેન બોલર શમ્સીએ 33 રન આપીને ચાર વિકેટ લીધી જેનાથી પ્રથમ બેટિંગ કરનાર શ્રીલંકન ટીમ 34.3 ઓવરમાં 193 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ 31 ઓવરમાં પાંચ વિકેટ પર 195 રન બનાવીને પાંચ મેચોની શ્રેણીમાં શરૂઆતી લીડ મેળવી. ડ્યુમિનીએ 32 બોલમાં અણનમ 53 રન ફટકાર્યા હતા. 


ટેસ્ટ શ્રેણીના બંન્ને મેચોમાં ઈનિંગના અંતરથી હાર મેળવનાર આફ્રિકા ટીમે નિર્ધારિત ઓવરમાં સારી વાપસી કરી. 


રબાડાએ શ્રીલંકાના ટોપ ઓર્ડરને ટપોટપ આઉટ કર્યા જેથી 36 રનના સ્કોરે લંકાના પાંચ બેટ્સમેનો પેવેલિયન પરત પહોંચી ગયા હતા. શ્રીલંકા સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું તો તેનો શ્રેય કુસાલ પરેરા (81) અને થિસારા પરેરા (49)ની ઈનિંગને જાઈ છે. 


સાઉથ આફ્રિકાની શરૂઆત પણ ખરાબ રહી. તેણે 31 રનના કુલ સ્કોર પર હાશિમ અમલા (17) અને એડેન માર્કરામ (શૂન્ય)ની વિકેટ ગુમાવી પરંતુ ડિકોક (47), કેપ્ટન ડુ પ્લેસિસ (47) તથા ડ્યુમિની ઈનિંગથી ટીમ લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહી. ડ્યુમિનીએ પોતાની ઈનિંગમાં છ બાઉન્ટ્રી અને બે સિક્સ ફટકારી હતી. 


શ્રેણીની બીજી વનડે એક ઓગસ્ટે આ જ મેદાન પર રમાશે.