આફ્રિકાના પૂર્વ ક્રિકેટરે કર્યા બીજા લગ્ન, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ગ્રીમ સ્મિથે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે (Graeme Smith) બીજા લગ્ન કરી લીધા છે. સ્મિથે બે નવેમ્બરે પોતાની પ્રેમિકા રોમી લાનફ્રાંચી (Romy Lanfranchi) સાથે લગ્ન કર્યા છે. સ્મિથના નામે દક્ષિણ આફ્રિકાનો સૌથી યુવા કેપ્ટન હોવાનો રેકોર્ડ છે. તેણે 2003મા માત્ર 22 વર્ષની ઉંમરમાં આગેવાની સંભાળી હતી.
38 વર્ષીય ગ્રીમ સ્મિથે સોમવારે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, 'બે નવેમ્બરનો દિવસ શાનદાર હતો.' ટ્વીટર પર તેની પોસ્ટને આશરે 10 હજાર લાઇક્સ મળી છે. તેને પોસ્ટ પર શુભેચ્છાઓ મળી રહી છે. સ્મિથે 2014મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. હવે તે કોમેન્ટ્રી કરે છે.
આ પહેલા સ્મિથે ઓગસ્ટ 2011મા કેપટાઉનમાં આયર્લેન્ડની ગાયિકા મોર્ગન ડીન (Morgan Deane) સાથે લગ્ન કર્યાં હતા. બંન્નેને બે બાળકો પણ છે. ફેબ્રુઆરી 2015મા બંન્નેએ જાહેરાત કરી હતી કે તે છૂટાછેડ્ડા લઈ રહ્યાં છે. ડિસેમ્બર 2016મા સ્મિથની હાલની પત્ની રોમીએ તેના ત્રીજા બાળકને જન્મ આપ્યો હતો.
આફ્રિકા માટે સ્મિથે 117 ટેસ્ટ મે રમી જેમાં તેણે 48.25ની એવરેજથી 9265 રન બનાવ્યા હતા. સ્મિથ સૌથી સફળ આફ્રિકન કેપ્ટન છે. તે વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે, જેણે 100થી વધુ ટેસ્ટ મેચોમાં આગેવાની કરી છે.
જુઓ Live TV