આફ્રિકાના ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, 15 વર્ષના કરિયરમાં ઝડપી 439 વિકેટ
ડેલ સ્ટેને 2004મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. 15 વર્ષના કરિયરમાં સ્ટેને 439 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન 93 ટેસ્ટમાં તેની એવરેજ 22.95ની રહી છે. સ્ટેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2004મા ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ શ્રીલંકા વિરુદ્ધ આ વર્ષે રમી હતી. સ્ટેન વનડે અને ટી20 ક્રિકેટમાં રમતો રહેશે.
સ્ટેન લાંબા સમયથી ઈજાનો સામનો કરી રહ્યો હતો. આ કારણે તે વિશ્વ કપ-2019ની ટીમમાંથી પણ બહાર થઈ ગયો હતો. તે આઈપીએલ 2019મા પણ માત્ર બે મેચ રહી શક્યો હતો. આરસીબી તરફથી રમતા તેણે 4 વિકેટ પોતાના નામે કરી હતી.