નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાની ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતના પ્રવાસે આવશે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ પ્રવાસ પર ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ પર તે કોઈ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમશે નહીં. આગામી બે વર્ષમાં સતત બે વર્લ્ડ ટી20નું આયોજન થવાનું છે તેવામાં ટીમો હવે આ ફોર્મેટ પર વધુ ધ્યાન આપતી નજર આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિકાનો ભારત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ


 



તારીખ મેચ સ્થળ
15 સપ્ટેમ્બર પ્રથમ ટી20 ધર્મશાળા
18 સપ્ટેમ્બર બીજી ટી20 મોહાલી
22 સપ્ટેમ્બર ત્રીજી ટી20 બેંગલુરૂ
02-06 ઓક્ટોબર, 2019 પ્રથમ ટેસ્ટ વિશાખાપટ્ટનમ
10-14 ઓક્ટોબર, 2019 બીજી ટેસ્ટ રાંચી
19-23 ઓક્ટોબર, 2019 ત્રીજી ટેસ્ટ પુણે