નવી દિલ્હીઃ ઓપનિંગ બેટ્સમેન ક્વિંટન ડિ કોક (83 રન), કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (અણનમ 50 રન) અને રાસી વાન ડેર ડુસેન (અણનમ 50)ની અડધી સદીની મદદથી આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી સિરીઝની અંતિમ વનડે મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને પાંચ મેચોની સિરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ પર 240 રન બનાવ્યા હતા. તેના તરફથી ફખર જમાને સૌથી વધુ 70 રન ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ડ્વેન પ્રેટોરિયસ અને એન્ડિલ ફેહલુકવાયોએ બે-બે વિકેટ ઝડપી હતી. આફ્રિકાએ 40 ઓવરમાં ત્રણ વિકેટ પર 241 રનનો લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ડિ કોકે 58 બોલમાં 11 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં પણ હરાવ્યો હતો. 



પોલીસના ટોર્ચરથી બચવા માટે સ્વીકારી હતી સ્પોટ ફિક્સિંગની વાતઃ શ્રીસંત