દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ત્રીજી ટેસ્ટ માટે સસ્પેન્ડ
સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ટીમના ખેલાડીઓ પર પણ તેની મેચ ફીના કેટલાક ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેપટાઉનઃ પાકિસ્તાન વિરુદ્ધ સાઉથ આફ્રિકન ધીમા ઓવર રેટમાં દોષી સાબિત થયા બાદ તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, આ કારણે તે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમી શકશે નહીં. મહત્વનું છે કે, સાઉથ આફ્રિકાએ રવિવારે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
આઈસીસીએ મેચ બાદ સજાની જાહેરાત કરી હતી. ડુ પ્લેસિસ અને તેના ખેલાડીઓ પર પણ તેની મેચ ફીના કેટલાક ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધીમી ઓવર ગતિના કારણે પ્રથમ ત્રણ દિવસમાં અડધી-અડધી કલાક જોડવામાં આવી હતી. આઈસીસીના નિયમો અનુસાર નિર્ધારિત સમયમાં બોલિંગમાં અસફળ રહેવા માટે પ્રત્યેક ઓવર પ્રમાણે ખેલાડીઓએ તેની મેચ ફીના 10 ટકાનો દંડ ભરવો પડે છે.
છેત્રીએ મેસીને પછાડ્યો, બન્યો બીજો સૌથી સફળ આંતરરાષ્ટ્રીય એક્ટિવ ફુટબોલર
ડુ પ્લેસિસ ગત વર્ષે 17 જાન્યુઆરીએ સેન્ચુરિયનમાં ભારત વિરુદ્ધ મેચમાં પણ ધીમી ઓવર ગતિને કારણે દોષી સાબિત થયો હતો, જેથી 12 મહિનાના સમયમાં આ તેનો બીજો અપરાધ છે.