જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન હાશિમ અમલાએ ગુરૂવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી. હાશિમ અમલાએ ઘરેલુ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખવાની જાહેરાત કરી છે. 15 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં હાશિમ અમલાએ દક્ષિણ આફ્રિકા માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 349 મેચમાં 18,672 રન બનાવ્યા છે. જેમાં 55 સદી અને 88 અડધી સદીનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકાના મહાન ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાએ તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના આધિકારિક ટ્વીટર પર આ જાહેરાત કરાઈ છે. ટ્વીટરમાં કહેવાયું છે કે, હાશિમ અમલા ઘરેલુ ક્રિકેટ અને માંઝી સુપર લીગમાં રમતો રહેશે. હાશીમ અમલા ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારો દક્ષિણ આફ્રિકાનો એકમાત્ર બેટ્સમેન છે. વર્ષ 2010 અને 2013માં હાશિમ અમલાને 'ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ પણ અપાયો હતો. 


સૌથી વધુ કમાણી કરતી મહિલા એથલીટ્સની યાદી જાહેર, સિંધુ એકમાત્ર ભારતીય


હાશિમ અમલાએ ડિસેમ્બર, 2004માં કોલકાતામાં ભારત સામે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્ટ એલિઝાબેથમાં શ્રીલંકા સામે અંતિમ ટેસ્ટ રમી હતી. આ ઉપરાંત તેણે 2008માં ચટગાંવમાં બાંગ્લાદેશ સામે વન ડેમાં પદાર્પણ કર્યું હતું. તેણે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ચેસ્ટર લી સ્ટ્રીટમાં શ્રીલંકા સામે પોતાની અંતિમ વન ડે મેચ રમી હતી. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....