નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના સૌથી મહાન બેટ્સમેનમાંથી એક ફાફ ડૂ પ્લેસિસે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હાલમાં પાકિસ્તાન સામે એક ખરાબ પ્રદર્શન બાદ ડૂ પ્લેસિસે (Faf du Plessis) બુધવારના આ જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાને પાકિસ્તાને 2 મેચની સિરીઝમાં 2-0 થી માત આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો ડૂ પ્લેસિસ
છેલ્લા કેટલાક સમયથી ફાફ ડૂ પ્લેસિસનું (Faf du Plessis) ફોર્મ સારુ જોવા મળી રહ્યું નથી અને આ અનુભવી બેટ્સમેનના તમામ પ્રવાસોમાં નિષ્ફળ રહ્યો હતા. જો કે, દક્ષિણ આફ્રિકાના શ્રીલંકા સામે હાલમાં જ પૂર્ણ થયેલા પ્રવાસમાં ડૂ પ્લેસિસે શાનદાર સદી ફટકારી હતી, જે બાદ તેણે તેની ટીકા કરનારાઓનું મોં બંધ કર્યું હતું.


આ પણ વાંચો:- ગૌતમ ગંભીરે કોહલીની ટીમને આપ સલાહ, આ વિસ્ફોટક ખેલાડીને RCB માં કરો સામેલ


England ટીમ પર ગુસ્સે માઇકલ વોન, શરમજનક હાર બાદ બોલ્યા 3-1 થી જીતશે ટીમ ઇન્ડિયા


ડૂ પ્લેસિસે (Faf du Plessis) દક્ષિણ આફ્રિકા માટે 96 ટેસ્ટ મેચ રમી છે. તે દરમિયાન 10 સદી અને 21 અર્ધસદીની મદદથી 4163 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 199 રન રહ્યો. ડૂ પ્લેસિસે 143 વનડે મેચમાં 5507 રન બનાવ્યા છે. તેણે વન ડેમાં 12 સદી અને 35 અર્ધસીદ ફટકારી છે. ડૂ પ્લેસિસે (Faf du Plessis) 50 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં 1528 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 10 અર્ધસદી પણ સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube