IPL-2019 રમવા માટે તલપાપડ સાઉથ આફ્રિકન ખેલાડીઓ વિશે આવ્યા મોટા સમાચાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝન ગણતરીના દિવસોમાં શરૂ થવાની છે
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસોની વાર છે. જોકે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસએ)એ આ લીગ માટે હજી સુધી ખેલાડીઓને રિલીઝ નથી કરવામાં આવ્યા. દક્ષિણ આફ્રિકા હજી શ્રીલંકા સાથે ટી20 સિરીઝ રમવાનું છે અને આ સિરીઝ વિશ્વ કપ પહેલાં એની છેલ્લી સિરીઝ છે.
આ સિરીઝ 24 માર્ચે સમાપ્ત થશે અને સીએસએનું માનવું છે કે ભારત રવાના થતા પહેલાં ખેલાડીઓએ સિરીઝ સમાપ્ત કરી લેવી જોઈએ પણ ખેલાડી શરૂઆતથી જ લીગમાં હાજર રહેવા માગે છે. આઇપીએલ 2019ની મેચ 23 માર્ચથી શરૂ થવાની છે. સીએસએના અધિકારીઓએ કહ્યું છે કે ખેલાડીઓને રિલીઝ કરવાની તારીખ નક્કી કરવા માટે સીઇઓ થાબંગ મોરો, અધ્યક્ષ ક્રિસ નાનજાની અને કોચ ઓટિસ ગિબ્સનની કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં બેઠક છે.
ઋષભ પંત વિશે રિકી પોન્ટિંગનું મોટું નિવેદન, કહ્યું કે...
હાલમાં દક્ષિણ આફ્રિકન ખેલાડીઓ ઇન્ટરનેશનલ મેચોમાં વ્યસ્ત છે. ટીમે શનિવારે પાંચ મેચોની વન ડે સિરીઝની છેલ્લી મેચ રમી અને શ્રીલંકાનો 5-0થી સફાયો કર્યો. આ પછી બંને ટીમ ટી 20 મેચ પણ રમશે.