લંડનઃ આઈસીસી વિશ્વકપનો પ્રારંભ થઈ ગયો છે. ગુરૂવારે લંડનના ધ ઓવલ મેદાન પર સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ઘાટન મેચની પ્રથમ ઓવર 40 વર્ષના લેગ સ્પિનર ઇમરાન તાહિરે કરી. એટલે કે તાહિર વિશ્વકપના 44 વર્ષના ઈતિહાસમાં ટૂર્નામેન્ટમાં પ્રથમ બોલ ફેંકનારો સ્પિનર બની ગયો છે. તેના પ્રથમ બોલનો સામનો જેસન રોયે કર્યો હતો. 


એટલું જ નહીં ઇમરાન તાહિરે મેચની પ્રથમ ઓવરના બીજા બોલ પર ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો (0)ની વિકેટ ઝડપી હતી. બેયરસ્ટો વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો હતો. ઈંગ્લેન્ડે માત્ર 1 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. 



12 વર્લ્ડકપ: પ્રથમ બોલ ફેંકનાર બોલર -


1975: મદન લાલ (ભારત) - ઇંગ્લેન્ડના જોહ્ન જોહ્ન્સનને


1979: એન્ડી રોબર્ટ્સ (વેસ્ટ ઈન્ડિઝ) - ભારતના સુનિલ ગાવસ્કરને


1983: રિચાર્ડ હેડલી (ન્યૂ ઝિલેન્ડ) - ઇંગ્લેન્ડના ગ્રેમ ફોલ્કરને


1987: વેઇ જોન (શ્રીલંકા) - પાકિસ્તાનના રમીઝ રાજાને


1992: ક્રેગ મેકડર્મોટ (ઑસ્ટ્રેલિયા) - ન્યૂઝીલેન્ડનો જ્હોન રાઈટને


1996: ડોમિનિક કૉર્ક (ઇંગ્લેંડ) - ન્યૂઝીલેન્ડના ક્રેગ સ્પાયર્મનને


1999: ડેરેન ગોફ (ઇંગ્લેન્ડ) - શ્રીલંકાના સનાથ જયસૂર્યાને


2003: શોન પોલોક (દક્ષિણ આફ્રિકા) - વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઇલે


2007: ઉમર ગુલ (પાકિસ્તાન) થી વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઇલ


2011: શફીલ ઇસ્લામ (બાંગ્લાદેશ) - ભારતના વીરેન્દ્ર સેહવાગને


2015: નુવાન કુલસેકારા (શ્રીલંકા) - ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટીલને


2019: ઇમરાન તાહિર (દક્ષિણ આફ્રિકા) - ઇંગ્લેંડના જેસન રોય


2019 વિશ્વકપઃ ફેક્ટ


- ઇમરાન તાહિરે 2019 વિશ્વકપની પ્રથમ વિકેટ ઝડપી


- જોની બેયરસ્ટો 2019 વિશ્વકપમાં પ્રથમ ગોલ્ડન ડક


- જો રૂટે 2019 વિશ્વકપમાં પ્રથમ બાઉન્ડ્રી ફટકારી


- જેસન રોયે વિશ્વકપની પ્રથમ અડધી સદી ફટકારી