નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાએ ટી20 વિશ્વકપ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. સાઉથ આફ્રિકાએ પોતાના ત્રણ સૌથી અનુભવી ટી-20 ખેલાડીઓની પસંદગી કરી નથી. સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, લેગ સ્પિનર ઇમરાન તાહિર અને ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને ટીમમાં સ્થાન આપ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુ પ્લેસિસ છેલ્લા છ મહિનાથી બહાર ચાલી રહ્યો છે. ટીમની કમાન ટેમ્બા બાવુમાને આપવામાં આવી છે. તો ક્વિન્ટન ડિ કોકને પણ ટીમમાં તક મળી છે. ટી20 સ્પેશિયાલિસ્ટ ડેવિડ મિલર પણ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ફાસ્ટ બોલર કગિસો રબાડા પણ ટીમમાં છે. સ્પિનર તબરેઝ શમ્સીને ટી20 વિશ્વકપ માટે પસંદ કરવામાં આવ્યો છે. તો અન્ય સ્પિનર તરીકે કેશવ મહારાજને સામેલ કરવામાં આવ્યો છે. મહારાજે સાઉથ આફ્રિકા માટે એકપણ ટી20 મેચ રમી નથી. 


ટી-20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકા ગ્રુપ-1 માં છે. જેમાં આફ્રિકા સિવાય ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામેલ છે અને બે ક્વોલિફાયર ટીમ સામેલ થશે. સાઉથ આફ્રિકા પોતાનો પ્રથમ મુકાબલો સુપર 12માં 23 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ટી20 વિશ્વકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. 


આ પણ વાંચોઃ T20 World Cup: ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડી થયો બહાર  


ટી20 વિશ્વકપ માટે આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડિ કોક, રીઝા હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, જોન ફોર્ટુઇન, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, લુંગી એન્ગિડી, એનરિક નોર્ત્જે, ડ્વેન પ્રિટોરિયસ, કગિસો રબાડા, રેસી વાન ડેર ડુસેન, તબરેઝ શમ્સી. 


રિઝર્વ ખેલાડી-
રિજાદ વિલિયમ્સ, જોર્જ લિન્ડે, એન્ડિલે ફેહલુકવાયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube