અઝલન શાહ કપઃ ભારતને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને કોરિયા બન્યું ચેમ્પિયન
ત્રીજા ક્વાર્ટર સુધી ભારતીય ટીમ 1-0થી આગળ હતું પરંતુ અંતિમ ક્વાર્ટરમાં સાઉથ કોરિયાએ બરાબરી કરી હતી. ત્યારબાદ શૂટઆઉટમાં કોરિયાએ ભારતને 4-2થી પરાજય આપ્યો હતો.
ઇપોહ (મલેશિયા): સાઉથ કોરિયાએ પાંચ વખતના ચેમ્પિયન ભારતે અઝલન શાહ હોકી ટૂર્નામેન્ટના ફાઇનલમાં શનિવારે અહીં પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ જીતની સાથે વિશ્વ રેન્કિંગમાં 17માં સ્થાન પર રહેલા કોરિયાને ભારતનું છઠ્ઠીવાર ટાઇટલ જીતવાનું સપનું તોડી દીધું હતું.
વિશ્વ રેન્કિંગમાં પાંચમાં સ્થાને રહેલી ભારતીય ટીમે મેચની નવમી મિનિટમાં સિમરનજીત સિંહના મેદાની ગોલથી લીડ મેળવી લીધી પરંતુ ચોથા ક્વાર્ટર (47મી મિનિટ)માં જાંગ-જોંગ હ્યૂને પેનલ્ટી સ્ટ્રોક પર ગોલથી કોરિયાનો સ્કોર 1-1થી બરોબર કરી લીધો હતો.
ભારતે આ ગોલની વિરુદ્ધ વીડિયો રેફરલ લીધું પરંતુ તેની વિરુદ્ધ ગયું હતું. અંતિમ સીટી વાગવાની બે મિનિટ પહેલા ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ટીમ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી.
નિર્ધારિત સમયમાં સ્કોર 1-1થી બરોબર રહ્યા બાદ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો જેમાં કોરિયન ટીમે ભારતને 4-2થી સજ્જડ પરાજય આપ્યો હતો. ભારત માટે બીરેન્દ્ર લાકડા અને વરૂણ કુમાર જ શૂટઆઉટમાં ગોલ કર્યો, જ્યારે મંદીપ, સુમિત કુમાર જૂનિયર અને સુમિત ગોલ કરવાથી ચુકી ગયા હતા.
શૂટઆઉટમાં અનુભવી પીઆર શ્રીજેશની જગ્યાએ યુવા કૃષ્ણા બી પાઠક ગોલકીપરની ભૂમિકામાં હતો. ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં યજમાન મલેશિયાએ કેનેડાને 4-2થી પરાજય આપ્યો હતો.