આર્ટિકલ 370: ખેલાડીઓ પણ મોદી સરકારના સમર્થનમાં, જાણો કોણે શું કહ્યું?
જમ્મૂ અને કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પરત લેવા અને કલમ 370ને ખતમ કરવાના ભારત સરકારના નિર્ણય પર ગૌતમ ગંભીરથી લઈને ગીતા ફોગાટ સુધી સ્પોર્ટ્સ સ્ટાર્સે ખુલીને સરકારનું સમર્થન કર્યું છે.
નવી દિલ્હીઃ જમ્મૂ અને કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો પરત લેવા અને કલમ 370ને નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણય પર સ્પોર્ટ્સ સ્ટાર્સે ખુલીને સમર્થન કર્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે જમ્મૂ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર સંવિધાનના કલમ 370ને રદ્દ કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કર્યો, જેને પસાર કરી દેવામાં આવ્યો હતો.
ક્રિકેટરથી સાંસદ બનેલા ગૌતમ ગંભીરની આગેવાનીમાં રમત જગતે જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 370ને હટાવવા પર કેન્દ્ર સરકારને શુભેચ્છા આપી છે. ગંભીરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહને ટેગ કરતા ટ્વીટ કર્યું, 'જે કોઈ ન કરી શક્યું તે અમે કરી દેખાડ્યું છે. કાશ્મીરમાં પણ આપણો તિરંગો ફરકાવ્યો છે. જય હિંદ. ભારતને શુભેચ્છા. કાશ્મીર મુકાબર.'
ગંભીરની ટીમના પૂર્વ સહયોગી સુરેશ રૈનાએ તેને ઐતિહાસિક પગલું ગણાવતા ટ્વીટર પર લખ્યું, 'અનુચ્છેદ 370ને હટાવવો ઐતિહાસિક પગલું છે. આવનારા સમયમાં શાંત અને વધુ સમાવેશી હશે.'
ભારતીય ક્રિકેટ ટીમના એક અન્ય પૂર્વ ખેલાડી મોહમ્મદ કેફે કહ્યું, 'અહીં જ્યારે વધુ સમાવિષ્ટતા છે, ત્યાં શાંતિ અને અમન હોય.'
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપડાએ શાહ અને ભાજપને ટેગ કરતા ટ્વીટ કર્યું, 'અનુચ્છેદ 370ને હટાવવી યોગ્ય અને મજબૂત પગલું છે. ઘાટીમાં થયેલા જાનમાલના નુકસાન પર કોઈ દિવસ નિર્ણય થવાનો હતો.'
બોક્સર મનોજ કુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિચાર જણાવતા શાહને ટેગ કરતા બીજો સરદાર પટેલ ગણાવ્યા છે. તેમણે શાહ અને ખેલ પ્રધાન કિરણ રિજિજૂને ટેગ કરતા લખ્યું, 'કાશ્મીર પર ફાઇનલ નિર્ણય કાશ્મીરમાથી અનુચ્છેદ-370 અને 25 એ ખતમ. માનનીય અમિત શાહ જીનો એક પંચ અને ઘણા નોકઆઉટ. અમિત શાહ જી દેશના બીજા સરદાર પટેલ.'