Asian Games Updates: એશિયન ગેમ્સમાં ભારતની શાનદાર શરૂઆત જોવા મળી રહી છે. 3 સિલ્વર મેડલ સાથે એશિયન ગેમ્સમાં ભારત પોતાની મજબૂત પકડ બનાવી રહ્યું છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારત પોતાના પ્રદર્શનથી દુનિયા પર અમીટ છાપ છોડી રહ્યું છે. મહિલા ટીમે 10 મીટર એર રાઈફલમાં ભારતે સિલ્વર જીત્યો છે. આશી ચોક્સીએ એર રાઈફલમાં જીત્યો સિલ્વર મેડલ છે. જ્યારે રોઈંગ મેન્સ લાઈટવેઈટ ડબલ સ્કલ્સમાં સિલ્વર જીત્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1886ના સ્કોર સાથે મીટર એર રાઈફલમાં રમિતાએ 631.9, મેહુલીએ 630.8 અને આશિએ 623.3 સાથે ફિનિશિંગ કર્યું છે. બીજી તરફ રોઇંગ મેન્સ લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં ભારતના અરવિંદસિંહ અને અર્જુન લાલ જાટે સિલ્વર અપાવ્યો છે. એટલું જ નહીં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહોંચી ફાઈનલમાં. ક્રિકેટમાં પણ ભારત હાંસલ કરી શકે છે ટાઈટલ. બાંગ્લાદેશની ટીમને હરાવીને ભારત ફાઈનલમાં પહોંચ્યું છે. 


ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ-2023માં ભારતને પહેલો મેડલ મળ્યો છે. શૂટિંગમાં ભારતે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં 1886 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. મેહુલી ઘોષ, આશિ ચોકસી અને રમિતાની ત્રિપુટીએ ભારત માટે આ મેડલ જીત્યો છે. રમિતાએ 631.9, મેહુલીએ 630.8 અને આશિએ 623.3નો સ્કોર કર્યો હતો. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ચીનને મળ્યો હતો.