નવી દિલ્લીઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ખાસ કરીને વેટલિફ્ટરોએ ઈતિહાસ રચ્યો છે. આ વચ્ચે વેઈટલિફ્ટર બિંદિયા રાની દેવી જેણે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો તેના પરિવારજનો TV કનેક્શન માટે દોડધામ કરતા જોવા મળ્યા. મણિપુરના ઈમ્ફાલમાં રહેતા બિંદિયા દેવી રાનીના પરિવારજનો મેચ જોવા માટે TV શોધી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્મિંઘમમાં બિંદિયા રાનીની ગેમ જોવા માટે પરિવારને ટીવી કનેક્શન મળી શક્યું ન હતું, જ્યાં તેઓ ઘરે-ઘરે ભટકતા હતા. સમયસર કનેક્શન બનાવવાની જવાબદારી તેના મોટા ભાઈ પર આવી, જેઓ અભ્યાસ પૂરો કર્યા પછી નોકરીની શોધમાં છે. સિલ્વર મેડલ જીત્યા બાદ બિંદિયા રાનીએ કહ્યું, 'ગેમ શરૂ થયાના થોડા કલાકો પહેલા મારા ભાઈએ ટીવી કનેક્શન લીધું અને મારા પરિવાર અને સંબંધીઓએ મને મેડલ જીતતો જોઈ.'


જોકે, બિંદિયા રાનીએ બીજા તબક્કામાં 114 કિગ્રા વજન ઉઠાવીને ભૂલ કરી હતી, જેના કારણે તે ગોલ્ડ મેડલ મેળવી શકી નહોતી. તેણે બીજા સ્થાને રહીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો. 22 વર્ષીય ખેલાડીએ કહ્યું, હું અહીં પ્રદર્શન કરીને ખૂબ જ ખુશ છું. આનાથી મારું મનોબળ વધ્યું છે. અહીં પ્રદર્શન કર્યા પછી, હું વિશ્વ ચેમ્પિયનશિપની તૈયારી કરવા અને મેડલ જીતવા માટે ઉત્સુક છું.


તમને જણાવી દઈએ કે બિંદિયા રાની પાસે એક સમયે ટ્રેનિંગ માટે શૂઝ પણ ન હતા. તે દરમિયાન ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા અને બર્મિંગહામ કોમનવેલ્થમાં 49 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ તેની મદદ કરી. બિંદિયા રાનીએ જણાવ્યું કે મીરાબાઈએ તેમને ટ્રેનિંગ માટે શૂઝ ગિફ્ટ કર્યા હતા, જેના કારણે તે સારી રીતે ટ્રેનિંગ કરી શકી હતી.