નવી દિલ્લી: 30 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ સુધી, 12 હિંદુસ્તાની, જે અલગ-અલગ કિલોગ્રામમાં દેશ માટે ભાર ઉઠાવતાં જોવા મળશે. અને જ્યારે તે આવું કરશે ત્યારે વરસશે મેડલ. બર્મિગહામમાં યોજાનારી બર્મિગહામમાં ભારતને પોતાના વેઈટલિફ્ટરો પાસેથી ઘણી આશા હશે. જેની કમાન ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ મીરાબાઈ ચાનુના હાથમાં હશે. આ વખતે ભારતના 12 વેઈટલિફ્ટર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. અને દરેક પાસેથી મેડલની દેશ આશા રાખી રહ્યો છે. આવું એટલા માટે, કેમ કે આ વેઈટલિફ્ટરોએ પોતાને સાબિત કરીને બર્મિગહામની ટિકિટ કપાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


કોણ છે 12 વેઈટલિફ્ટરો:
ભારતના 12 વેઈટલિફ્ટરોમાંથી 5 મહિલાઓ છે, જ્યારે 7 પુરુષ. તે બધા અલગ-અલગ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં જોવા મળશે.
1. મીરાબાઈ ચાનુ
2. ઉષા કુમાર
3. પૂર્ણિમા પાંડે
4. પોપી હજારિકા
5. બિંધારાની
6. જેરેમી લાલરિનુંગા
7. વિકાસ ઠાકુર
8. રાગલા વેંકટ રાહુલ
9. અજય સિંહ
10. અચિંતા શુલી
11. ચનંબમ ઋષિકાંત સિંહ
12. સંકેત મહાદેવ


વેઈટલિફ્ટિંગમાં વરસશે સોનાનો વરસાદ:
હવે તમારા મનમાં એમ થતું હશે કે આ લોકો પાસેથી મેડલની આશા કેમ રાખવામાં આવી રહી છે. તો તે પણ જાણી લો. વેઈટલિફ્ટિંગમાં ભારતની ગોલ્ડન જીતની સૌથી મોટી દાવેદાર મીરાબાઈ ચાનુ છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડાલિસ્ટ મીરાબાઈ ચાનુનો ગોલ્ડ મેડલ પાક્કો જ છે. મીરાબાઈએ ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમન વેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. તે સિવાય પોપી હજારિકા અને ઉષા કુમાર પણ મહિલા વર્ગમાં ભારતની ઝોળીમાં ગોલ્ડ નાંખી શકે છે.


પુરુષ વેઈટલિફ્ટરો પણ કંઈ કમ નથી:
પુરુષ વર્ગના ભારતીય વેઈટલિફ્ટરોમાં રાગલા વેંકટ રાહુલ અને વિકાસ ઠાકુર પાસેથી પણ મેડલની આશા રહેશે. આ બંનેએ હાલમાં સારું પ્રદર્શન કરતાં ગોલ્ડ જીત્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સિંગાપુરમાં સોનાનો મેડલ જીતનારા વિકાસ ઠાકુરે 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બર્મિગહામમાં તે ચોકક્સથી પોતાના મેડલનો રંગ બદલવાની તક હશે. તો રાગલા વેંકટ રાહુલ પણ ઈચ્છશે કે 2018 કોમનવેલ્થ ગેમ્સવાળી પોતાની ગોલ્ડન સિદ્ધિને બર્મિગહામમાં પણ પુનરાવર્તિત કરશે.


બર્મિગહામમાં ગોલ્ડ કોસ્ટને પાછળ છોડશે ભારત:
ભારતીય વેઈટલિફ્ટરોમાં મેડલ જીતવાની આશા જેરેમી લાલરિનુંગા, ઋષિકાંત સિંહ, સંકેત મહાદેવ અને બિંધારાની દેવી પાસે પણ હશે. એટલે કુલ મળીને 12 હિંદુસ્તાની આ વખતે એક નવી કહાની લખી શકે છે. 2018માં ગોલ્ડ કોસ્ટમાં થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 9 વેઈટલિફ્ટરોએ મેડલ જીત્યા હતા. જેમાં 5 ગોલ્ડ હતા. બર્મિગહામમાં તે 5 ગોલ્ડ મેડલને પાછળ છોડવાનો મોટો પડકાર રહેશે. સાથે જ મેડલ જીતનારા વેઈટલિફ્ટરોની સંખ્યા પણ 9થી વધારે થશે.