ક્રિકેટ ગ્રાઉન્ડ પર હવે ક્યારેય નહીં સાંભળવા મળે આ દિગ્ગજ ખેલાડીનો અવાજ! જેણે 45 વર્ષ સુધી કરી કોમેન્ટ્રી!
ક્રિકેટ એક એવી રમત છેકે, જેમાં રમતની સાથો-સાથ રમતમાં શું થઈ રહ્યું છે તેની કોમેન્ટ્રી ત્યાંનો માહોલ જણાતો અવાજ પણ એટલો જ અગત્યનો હોય છે. ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવાની પણ એક અલગ મજા હોય છે. ત્યારે એક મહાન ક્રિકેટર અને કોમેન્ટેટર જેમણે 45 વર્ષ સુધી ક્રિકટ ગ્રાઉન્ડ પર માઈક પકડીને કોમેન્ટ્રી કરી હવે તેઓ આપણને કોમેન્ટ્રી કરતા નહીં જોવા મળે....
નવી દિલ્લીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડીએ ક્રિકેટ કોમેન્ટ્રીમાંથી સન્યાસ લઈ લીધો છે. લગભગ 45 વર્ષ સુધી માઈક પકડી રાખ્યા બાદ ઈયાન ચેપલે હવે ક્રિકેટ કોમેન્ટ્રીને અલવિદા કહી દીધું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને પ્રખ્યાત કોમેન્ટેટર ઈયાન ચેપલે લગભગ 45 વર્ષ સુધી માઈક પકડી રાખ્યા બાદ હવે ક્રિકેટ કોમેન્ટ્રીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. 78 વર્ષના ઈયાન ચેપલના આ નિર્ણયથી ચાહકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. રિચી બેનો, બિલ લોરી અને ટોની ગ્રેગ સાથે મળીને, ચેપલે કોમેન્ટ્રીની પ્રખ્યાત ટીમ બનાવી હતી.
ચેપલે આ નિવેદન આપ્યું હતું-
ઈયાન ચેપલને 2019માં સ્કિન કેન્સર હોવાનું નિદાન થયું હતું અને આ રોગમાંથી સાજા થવામાં તેમને પાંચ મહિનાનો સમય લાગ્યો હતો. સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, ચેપલે કહ્યું હતું કે, 'જ્યારે કોમેન્ટ્રીની વાત આવે છે, ત્યારે હું તેના વિશે વિચારતો હતો.' તેમણે કહ્યું, 'હું થોડા વર્ષો પહેલા બીમાર પડ્યો હતો, પરંતુ તેમાંથી સાજો થઈ શક્યો તે નસીબદાર હતો. પરંતુ હવે વસ્તુઓ મુશ્કેલ બની રહી છે અને મને લાગ્યું કે મુસાફરી અને સીડી ચડવા જેવી બાબતો હવે મારા માટે મુશ્કેલ બની રહી છે.'
ચેપલે કોમેન્ટ્રી છોડી દીધી-
ઈયાન ચેપલે કહ્યું, 'પછી મેં વાંચ્યું કે રગ્બી લીગ કોમેન્ટેટર રે વોરેન નિવૃત્તિ વિશે શું કહે છે અને મને તેમણે જે કહ્યું તે મને ગમ્યું. તેમણે કહ્યું કે તમે ભૂલ કરવાથી માત્ર એક વાક્ય દૂર છો. ઈયાન ચેપલે ઓસ્ટ્રેલિયા ટીમ માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી હતી.
ઓસ્ટ્રેલિયાને ઘણી મેચ જીતાવી-
ઈયાન ચેપલ હવે 78 વર્ષના છે. તેમણે 1964થી 1980 વચ્ચે ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5345 રન બનાવ્યા હતા. તેમણે 30 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાની આગેવાની પણ કરી હતી. તેમણે 30 ODI પણ રમી અને ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોમેન્ટેટર બન્યા હતા.