Indian Cricket Team Captaincy: વર્લ્ડ કપ હારવા છતાં પણ રોહિત શર્માને લાગી લોટરી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અંગે આવ્યાં મોટા અપડેટ. ખુદ બીસીસીઆઈએ આ બાબતની જાણકારી આપી છે. જે મુજબ રોહિત શર્મા હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન છે. રોહિતે 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ભારતની કમાન સંભાળી હતી અને હવે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા ભારતનો કેપ્ટન રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત બાદ કોણ બનશે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન?
BCCI એ એવો પણ સંકેત આપી દીધો છેકે, રોહિત બાદ હાર્દિક સિવાય બીજો કયો ખેલાડી કેપ્ટન બની શકે છે તે અંગે પણ વિચારવું પડશે. એવી ચર્ચા હતી કે T20 વર્લ્ડ કપમાં ભારત રોહિતને હટાવી કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપી શકે છે. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સમાં કેપ્ટન હોવા છતાં મુંબઈ ઈન્ડિયન્સમાં જઈને કેપ્ટની મેળવતાં રોહિતનું મુંબઈમાંથી પત્તું કપાયું હતું. આ સમયે ફેન્સમાં પણ હતાશા જાગી હતી. હવે રોહિતના ફેન્સ માટે ખુશખબર આવી ગઈ છે. રોહિત હવે ત્રણેય ફોર્મેટમાં ભારતનો જ કેપ્ટન રહેશે. 


હાર્દિક પંડ્યા હાલમાં મુંબઈ ઈન્ડિયન્સનનો કેપ્ટન-
રોહિત શર્માની વધતી જતી ઉંમર ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં ચોક્કસપણે એક પ્રશ્ન પેદા કરી રહી છે કે છેલ્લા રોહિત પછી ટીમ ઈન્ડિયાની કમાન કોણ સંભાળશે? હાલમાં હાર્દિક પંડ્યાનું નામ ચર્ચામાં આવી રહ્યું છે કારણ કે હાર્દિકે કેટલીક વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે અને તે ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. પરંતુ હવે બીસીસીઆઈ દ્વારા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રોહિત શર્મા બાદ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ન બની શકે. આ મામલે મોટા ખુલાસા થયા છે. હાર્દિક પંડ્યા હાલમાં મુંબઈ ઈન્ડિયન્સનનો કેપ્ટન છે. 


અત્યારે રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન-
ન્યૂઝ એજન્સી 'પીટીઆઈ' અનુસાર, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પર સવાલ કરવામાં આવ્યો હતો. BCCI સેક્રેટરીને પૂછવામાં આવ્યું કે શું આપણે T20 વર્લ્ડ કપ પછી હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે જોઈશું? તેના જવાબમાં જય શાહે કહ્યું, "હાર્દિક હાલમાં વાઇસ-કેપ્ટન છે અને તમે ભવિષ્ય વિશે કેમ વિચારી રહ્યા છો? વર્તમાનની વાત કરીએ તો, અત્યારે રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન છે."


વિરાટ બાદ રોહિત કેપ્ટન બન્યો-
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી બાદ રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ નથી કે રોહિત બાદ ટીમ ઈન્ડિયાની કમાન કોણ સંભાળશે? નોંધનીય છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા એશિયા કપ સિવાય કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. રોહિત દમદાર કેપ્ટન છે પણ એના ભાગે કોઈ મોટી જીત આવી નથી. ભારત ફાયનલમાં છેલ્લી મેચ હારીને વિશ્વકપમાંથી બહાર નીકળી ગયું હતું.