IPL 2024: IPLની શરૂઆત 2008માં થઈ હતી. હાલમાં લીગની 17મી સિઝન રમાઈ રહી છે. સમયની સાથે IPLમાં બેટ્સમેનોનું વર્ચસ્વ વધી રહ્યું છે. પિચ પણ એવી છે કે જ્યાં સિક્સર અને ફોર સરળતાથી ફટકારવામાં આવે છે. બોલરો મેચ દરમિયાન લગભગ તમામ સમય બેકફૂટ પર રહે છે. બેટ્સમેન જ્યારે પણ મન થાય ત્યારે સિક્સર ફટકારે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા 5 બોલરો વિશે જણાવીશું જેમની સામે IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુઝવેન્દ્ર ચહલને પડ્યા 213 છગ્ગાઃ
યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. હવે તે ટૂંક સમયમાં છગ્ગા ખાવાના મામલે પણ ટોચ પર પહોંચી શકે છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પોતાની આઈપીએલ કારકિર્દીની અડધાથી વધુ મેચ રમી ચૂકેલા ચહલે 3400 બોલમાં 213 સિક્સર પડી છે. બોલરોએ ચહલને જબરદસ્ત ઝૂડી નાખ્યો છે. 


રવિન્દ્ર જાડેજા ને પડ્યા 201 છગ્ગાઃ
ચેન્નાઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજાએ 2008માં રાજસ્થાન રોયલ્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. જાડેજા લીગનો સૌથી સફળ ડાબોડી બોલર છે. પરંતુ લીગમાં સૌથી વધુ સિક્સર ખાનાર ડાબોડી બોલરનું નામ પણ રવિન્દ્ર જાડેજા છે. તેણે 3751 બોલ ફેંક્યા છે. જેમાં 201 સિક્સર વાગી છે.


રવિચંદ્રન અશ્વિનને પડ્યા 196 છગ્ગાઃ
ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ ઓફ સ્પિનર ​​છે. ટેસ્ટમાં તેના નામે 500થી વધુ વિકેટ છે. આઈપીએલમાં પણ તેનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. લીગમાં અત્યાર સુધી તેણે 4404 બોલ ફેંક્યા છે અને 196 સિક્સર બેટરોએ ફટકારી છે.


અમિત મિશ્રાને પડ્યા183 છગ્ગાઃ
અમિત મિશ્રા એક સમયે IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા. મિશ્નાએ લીગમાં ત્રણ વખત હેટ્રિક પણ લીધી છે. સૌથી વધુ છગ્ગા ખાનાર બોલરોમાં તેનું નામ પણ સામેલ છે. આ સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ તરફથી રમતા અમિત મિશ્રાએ 183 સિક્સર ખાધી છે.