મુંબઈ છોડી કઈ ટીમમાં જશે રોહિત? એક વીડિયોએ ખોલ્યું રાજ, શર્માજી સાથે જશે સીક્રેટ ટીમ!
sports news : T20 IPLમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ-પાંચ કપ જીતાડનારા રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. જ્યારથી હાર્દિકને કેપ્ટન બનાવાયો ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે એક વીડિયોએ કર્યો છે મોટો ધડાકો. જાણો કઈ ટીમમાં જવાનું રોહિત શર્માનું પાક્કું જ માનવામાં આવે છે.
Rohit Sharma: રોહિત શર્મા હાલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. રોહિતની આગેવાનીમાં જ ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ રમવા માટે અમેરિકા જવાની છે. 50 ઓવરના વર્લ્ડ કપમાં પણ એક ફાઈનલ મેચ ભારતના ફેવરમાં ના રહી, બાકીની તમામ 10 મેચોમાં ટીમ ઈન્ડિયાએ શારદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં રોહિત શર્માએ દરેક મેચમાં પોતાના આક્રામક અને સેલ્ફ લેસ બેટિંગથી વિરોધી ટીમોને પાછળ ધકેલી દીધી હતી. ફાઈનલમાં પણ રોહિતે પોતાનો ચમત્કાર બતાવ્યો હતો.
હવે રોહિત તેને જવાબ આપશે
જોકે, મુંબઈની ટીમના માલિકોને હવે ઘર કી મુંર્ગી દાલ બરાબર લાગવા લાગી છે. એટલે જ તેમણે રોહિત શર્મા જેવા વર્લ્ડ કલાસ ખેલાડીને હટાવીને હાર્દિક પંડ્યાને કરોડો રૂપિયા આપીને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો. કેપ્ટન બનાવ્યા બાદ હાર્દિકે જે રીતે રોહિત શર્મા સાથે ખરાબ વર્તન કર્યું છે એ બધાને જોતા હવે રોહિત તેને જવાબ આપશે.
આગામી સિઝનમાં કઈ ટીમમાં દેખાશે રોહિત શર્મા?
સૂત્રોની માનીએ તો વર્લ્ડ કપ પછી જ્યારે રોહિતનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે નો ક્રોન્ટાક્ટ પુરો થશે ત્યારે તે આગામી સિઝનમાં બીજી ટીમની જર્સીમાં દેખાશે. એટલું જ નહીં રોહિત એ ટીમમાં ફરી એકવાર કેપ્ટનશીપ કરતા પણ દેખાશે. રોહિતની રાહ તો લગભગ તમામ ટીમો જોઈ રહી છે. ધોનીના ગયા પછી ચેન્નાઈ સુપર કિંગ્સને પણ રોહિત જેવા કેપ્ટનની જરૂર છે. રાજસ્થાન રોયલ્સ પણ રોહિત જેવા કેપ્ટનને ઈચ્છી રહી છે. લખનઉની ટીમને પણ રોહિત પસંદ છે. એટલું જ નહીં ગુજરાતની ટીમ હોય કે પછી શાહરુખ ખાનની કોલકત્તાની ટીમ હોય દરેક ટીમે રોહિત શર્માને પોતાની ટીમનો કેપ્ટન બનાવવા માટે તલપાપડ છે.
રોહિત શર્માને પસંદ છે કઈ ટીમ?
આ સ્થિતિની વચ્ચે રોહિત શર્માને કઈ ટીમ પસંદ છે એ પણ જાણવા જેવું છે. કઈ ટીમ પર રોહિત શર્મા ઢોળી શકે છે પસંદગીનો કળશ? રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડીને કઈ ટીમમાં થઈ શકે છે સામેલ? આ સવાલનો જવાબ તેમને એક વીડિયોમાં મળી જશે. જેમાં રોહિત શર્મા એ બીજી ટીમના ખેલાડીઓ સાથે ખુબ જ અંતરંગ ચર્ચાઓ કરતો જોવા મળી રહ્યો છે. એ ટીમના માલિકનો પણ રોહિત શર્મા ફેવરિટ ખેલાડી છે.
રોહિત પણ મુંબઈનો છે અને એ ટીમના માલિક પણ હાલ મુંબઈમાં જ રહે છે. બન્ને વચ્ચે ખુબ સારો સંબંધ પણ છે. જીહાં, તમારી આતુરતાનો અંત આવી શકે છે. રોહિત શર્મા આગામી સિઝનમાં તમને શાહરુખ ખાનની કોલકત્તા નાઈટ રાઈડર્સમાં રમતો જોવા મળી શકે છે. બલકે રોહિત કોલકત્તાનો કપ્તાન બનીને ટીમને લીડ કરતા પણ જોવા મળી શકે છે. આ અમે નથી કહી રહ્યાં પણ રોહિત શર્માના વીડિયો અને તસવીરો આ દિશા તરફ ઈશારો કરી રહ્યાં છે.
રોહિત શર્મા જ છે બોસઃ
જો રોહિત શર્મા શાહરુખ ખાનની કોલકત્તા નાઈટ રાઈડર્સમાં સામેલ થાય છે તો તેના સાથે સાથે બીજા કયા ખેલાડીઓ જઈ શકે છે? સામાન્ય રીતે કોઈ બોસ એક કંપનીમાંથી બીજી કંપનીમાં જાય તો એ પોતાની સાથે પોતાની પસંદગીના કેટલાંક લોકોને એટલેકે, પોતાની ટીમને પોતાની સાથે લઈ જતો હોય છે. એવી જ રીતે રોહિત શર્મા પણ હાલ ટીમ ઈન્ડિયાના બોસ છે.
સાથે વર્ષોથી સુધી મુંબઈ ઈન્ડિયન્સના પણ બોસ રહ્યાં છે. હવે આ બોસ પાસે પણ પોતાની પસંદગીના ખેલાડીઓ છે. એટલું જ નહીં આ બોસને પણ તેની ટીમના કેટલાંક ખેલાડીઓ ખુબ પસંદ કરે છે. આ સ્થિતિની વચ્ચે રોહિતની સાથે કોણ કોણ મુંબઈ ઈન્ડિયન્સને છોડી શકે છે એ મુદ્દો પણ ચર્ચામાં છે.
રોહિતની સીક્રેટ ટીમમાં કોણ કોણ છે સામેલ?
સૂત્રો તરફથી કેટલાંક નામો સામે આવ્યાં છે જે રોહિત શર્માની સાથે તેની નવી ટીમમાં જઈ શકે છે. રોહિતની આ સીક્રેટ ટીમના ખેલાડીઓમાં સૌથી પહેલું નામ આવે છે વર્લ્ડ ક્લાસ બોલર જસપ્રીત બુમરાહનું. જીહાં બુમરાહ પણ હાર્દિકની કપ્તાનીમાં મુંબઈની ટીમમાં રમવાનું પસંદ નહીં કરે તેથી તે રોહિત જોડે જઈ શકે છે. આ લીસ્ટમાં બીજું નામ છે સૂર્ય કુમાર યાદવનું. જીહાં સ્કાય પણ રોહિતની ટીમમાં જ રમવાનું પસંદ કરશે. હવે જો આ બે ખેલાડીઓને મુંબઈની ટીમમાંથી હટાવી દેવામાં આવે તો પછી એમની પાસે વધ્યું શું?
બેટિંગ અને બોલિંગમાં થઈને આ બે ખેલાડીઓ ન માત્ર મુંબઈ પણ કે કોઈ પણ ટીમમાં લગભગ અડધી ટીમ કરતા વધારે મહત્ત્વ ધરાવે છે. આ ઉપરાંત મુંબઈની ટીમમાંથી રોહિતની સાથે જનારા ખેલાડીઓમાં તિલક વર્માનું નામ પણ ચર્ચામાં છે. કારણકે, આઈપીએલમાં તિલક વર્માનો હાર્દિક પંડ્યા સાથે ઝઘડો થયો હતો. તિલક વર્માને પણ હાર્દિકનો સાથ પસંદ નથી. ઈશાન કિસન પણ રોહિતને જ પોતાના કપ્તાન તરીકે પસંદ કરે છે.
વિદેશી ખેલાડીઓને પણ પસંદ નથી હાર્દિક!
આ તો થઈ ઈન્ડિયન ખેલાડીઓની વાત પણ સૂત્રોની માનીએ તો મુંબઈની ટીમ સહિત અન્ય ટીમના કેટલાંક ફોરેન પ્લેયર્સ પણ છે જેમને વિચિત્ર સ્વભાવને કારણે હાર્દિક પંડ્યા પસંદ નથી. તેઓ રોહિતને જ પસંદ કરે છે. આવા ખેલાડીઓનું લીસ્ટ પણ લાંબું છે. આ સ્થિતિમાં જો આવું થાય તો મુંબઈની ટીમના લગભગ મોટાભાગના સારા સારા ખેલાડીઓ રોહિતની ટીમમાં સામેલ થઈ શકે છે.
હાર્દિકના લીધે બહાર ફેંકાઈ ગઈ છે મુંબઈની ટીમ!
હાર્દિક પંડયાની ખરાબ કેપ્ટનશિપને કારણે ટીમના ખરાબ પ્રદર્શનના લીધે ખુબ જ ખરાબ રીતે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2024માંથી બહાર થઈ ગઈ હોવા છતાં તેના વિવાદો ખતમ થઈ રહ્યા નથી. જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. હવે ટીમમાંથી બહાર થયા બાદ રોહિત શર્માના ફ્રેન્ચાઈઝી છોડવાની અટકળો ચાલી રહી છે.
કોલકતાની ટીમે શેર કર્યો એક વીડિયોઃ
હાલમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સના એક વીડિયોએ આ બાબતને હવા આપી હતી, જેમાં રોહિત શર્મા અભિષેક નાયર સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મુંબઈ છોડીને કોલકાતા ટીમમાં આવવાની વાત કરી રહ્યો હતો. હવે KKR સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓ સાથે તેની તસવીરે હલચલ મચાવી દીધી છે. ફરી એકવાર 'હિટમેન' શાહરૂખ ખાનની ટીમમાં સામેલ થવાની અટકળોએ જોર પકડ્યું છે.
રોહિત શર્મા કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાવાને લઇને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. હાલમાં જ તેના એક વીડિયોએ સનસનાટી મચાવી હતી, જેમાં તે અભિષેક નાયર સાથે વાત કરી રહ્યો હતો. હવે તેની વધુ એક તસવીર સામે આવી છે, જેણે શાહરૂખના ટીમમાં જોડાવાની ચર્ચાને વેગ આપ્યો છે.
તાજેતરમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોહિત શર્માનો એક વીડિયો શેર કર્યો, જેણે ઈન્ટરનેટ પર આવતાની સાથે જ સનસનાટી મચાવી દીધી. જોકે ફ્રેન્ચાઇઝીએ તરત જ આ વીડિયોને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં આ વીડિયો વાયરલ વીડિયો બની ગયો હતો. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા KKR સાથે જોડાઈ ગયો છે.
ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા છે કે તે આવતા વર્ષે શાહરૂખની ટીમ સાથે રમતા જોવા મળશે. વાસ્તવમાં, કેપ્ટનશિપ વિવાદ શરૂ થયા પછી, અહેવાલો આવવા લાગ્યા કે રોહિત શર્મા મુંબઈ ટીમના નિર્ણયથી ખૂબ જ દુઃખી છે અને તે ફ્રેન્ચાઇઝી છોડી શકે છે. પરંતુ આ તસવીરોએ ચાહકોની શંકાઓને વિશ્વાસમાં બદલી નાખી છે.
KKR ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો રોહિત શર્મા-
મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 11 મેના ઈડન ગાર્ડન્સમાં મેચ રમાઈ છે. પરંતુ વરસાદના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો. આવી સ્થિતિમાં, ખેલાડીઓ સામાન્ય રીતે તેમની ટીમ સાથે હોય છે. પરંતુ આ દરમિયાન રોહિત શર્મા KKRના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. કોલકાતાના ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પણ તેની સાથે હતો. રોહિતે તેની સાથે લાંબા સમય સુધી વાત કરી. હવે આ તસવીર સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
બન્યું એવું હતુકે, અભિષેક નાયર સાથે વાત કરતી વખતે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને પોતાનું ઘર કહે છે. તે કહે છે કે મુંબઈની ટીમ તેના માટે એક મંદિર જેવી છે અને તેણે તેને પોતાના હાથે બનાવ્યું હતું, જેની દરેક વસ્તુ બદલાઈ રહી છે અને આવતા વર્ષે તે KKRમાં આવશે. તમને જણાવી દઈએ કે વીડિયોમાં વસ્તુઓ સ્પષ્ટ સંભળાતી નથી.
આ તમામ બાબતો સિવાય હજુ સુધી એવા કોઈ નક્કર પુરાવા નથી કે તે મુંબઈ છોડવા જઈ રહ્યો છે. ઘટનાઓ અને તસવીરો દ્વારા ચાહકો અનુમાન લગાવી રહ્યા છે.
મુંબઈના ઓનર અંબાણી પાસે ખેલાડીઓને રોકવા માટે છે બ્રહ્માસ્ત્રઃ
જોકે, આ આખી વાર્તા રોહિતના વીડિયો અને તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. તેમાં કેટલું તથ્ય છે તે તો સમય જ બતાવશે. હાલ આવી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. બીજી વસ્તુ એ છેકે, આ તમામ સંભાવનાઓને રોકવા માટે મુંબઈની ટીમના ઓનર પાસે છે બ્રહ્માસ્ત્ર. જીહાં, રોહિતની ટીમમાં જે જે સારા ખેલાડીઓ જઈ શકે છે તેમને રોકવા માટે પાછલે બારણે પણ મુંબઈના ઓનર અંબાણી પોતાની તિજોરી ખોલી શકે છે.
અંબાણી પરિવાર પાસે એટલાં રૂપિયા છેકે, તેઓ કોઈપણ ટીમને કોઈપણ ખેલાડીને ખરીદી શકે છે. એવામાં કોઈપણ ખેલાડી અંબાણી પરિવારને ના પાડી શકે એમ નથી. હવે જોવું રહ્યું જો અને તો ની આ સંભાવનાઓ વાળી વાત આગળ જતાં કેટલી સાચી ઠરે છે.