મેદાન પર ની એક ભૂલ બગાડી શકે છે કોહલીની કરિયર! ધોની સાથે પણ બની ચુક્યો છે બનાવ
KKR vs RCB: કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં એક તબક્કે કંઈક એવું બન્યું હતું કે, વિરાટ કોહલીની અમ્પાર સાથે મેદાનની વચ્ચે ભારે મગજમારી થઈ. એ ઘટનાનો વીડિયો પણ વાયુવેગે વાયરલ થયો...આ બનાવ પથી કોહલીની કરિઅર પર બ્રેક લાગી શકે છે..જાણો શું છે મામલો..
Virat Kohli: કોહલી તેની શાનદાર બેટિંગની સાથો-સાથ તેના ઉગ્ર સ્વભાવ માટે પણ જાણીતો છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી તે ખુબ શાંત રહેવા લાગ્યો છે. પરંતુ રવિવારે કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને બેંગ્લોર ચેલેન્જર્સ વચ્ચેની મેચમાં ફરી એકવાર જોવા મળ્યું વિરાટનું રૌદ્રરૂપ. અને આવખતે તેની સામે વિરોધી ટીમનો કોઈ ખેલાડી નહીં પણ મેદાનમાં ઉભેલા ખુદ અમ્પાયર હતાં. કમરથી ઉપરના બિમર બોલ પર અમ્પાયરે કોહલીને કેચ આઉટ આપી દીધો અને કોહલીનો પિત્તો ગયો. કોહલીએ દર્શકોથી ખીચોખીચ ભરેલાં સ્ટેડ્યિમમાં હાથમાં બેટ લઈને અમ્પાયર પાસે ગયો. અને અમ્પાયરને ખરીખોટી સંભળાવી દીધી. આ વીડિયો હાલ વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફરી વિવાદમાં ઘેરાયો વિરાટઃ
આ પહેલીવાર નથી જ્યારે કોઈ કોઈ વિવાદમાં ઘેરાયો હોય. કોહલી સમયાંતરે કોઈકને કોઈક વિવાદમાં ઘેરાયેલો રહે છે. તેની આક્રમકતા માટે પણ જાણીતો વિરાટ અગાઉ પણ ઘણીવાર વિવાદમાં ઘેરાઈ ચુક્યો છે. હવે IPL 2024 માં RCB vs KKR મેચમાં, કોહલીએ તેની વિકેટ પર અમ્પાયર સાથે ઝઘડો કર્યો, જેના માટે તેને મોટું વળતર ચૂકવવું પડી શકે છે.
કોહલીને ભારે પડી શકે છે અમ્પાયર સાથેનો ઝઘડોઃ
IPL 2024 માં RCB vs KKR મેચમાં કોહલી લાઈમલાઈટમાં આવ્યો છે. રન મશીન કોહલી તેની વિકેટ પડ્યા બાદ મેદાન પરના અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરતા જોવા મળ્યા હતા. પેવેલિયન પરત ફરતી વખતે પણ કોહલી ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે બેટ જમીન પર પછાડ્યું હતું. વિરાટ કોહલીને અમ્પાયર સાથેની દલીલ માટે ઘણી કિંમત ચૂકવવી પડી શકે છે.
ધોની પર દંડ પણ ફટકારવામાં આવ્યો હતોઃ
આઈપીએલના નિયમોની યાદીમાં અમ્પાયરનો સામનો કરવાની સજા પણ સામેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પણ આઈપીએલમાં આનું પરિણામ ભોગવવું પડ્યું હતું. 5 વર્ષ પહેલા ધોની નો બોલના કારણે મેદાનમાં ઘુસી ગયો હતો અને અમ્પાયર સાથે ઘર્ષણ થયો હતો. જેના કારણે તેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલીને અમ્પાયરનો સામનો કરવા બદલ દંડ પણ ભરવો પડી શકે છે.
નિયમ શું કહે છે?
આઈપીએલના નિયમોમાં અમ્પાયર સાથે દલીલ કરવા બદલ ખેલાડીઓ માટે સજાની કડક જોગવાઈ છે. અમ્પાયર સાથે દલીલ કરવી કલમ 2.7 હેઠળ આવે છે. IPL આચાર સંહિતામાં જાહેર ટીકા અથવા અમ્પાયર દ્વારા કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીઓ માટે સજાની જોગવાઈઓ સામેલ છે. જો કે, ઘણી હદ સુધી તે અમ્પાયર પર પણ નિર્ભર છે. જો અમ્પાયર વિરાટ કોહલી વિરુદ્ધ અપશબ્દોની ફરિયાદ કરશે તો વિરાટને ભારે દંડ ભરવો પડી શકે છે.
શું હતો મામલો?
હર્ષિત રાણાની ઓવરમાં વિરાટ ફુલ ટોસ બોલ મારવા માટે ક્રિઝની બહાર ગયો હતો. તેણે બેટ વડે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ કાબૂમાં ન હતો. હર્ષિતે એક આસાન કેચ લીધો અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. પરંતુ વિરાટે નો બોલનો રિવ્યુ લીધો, પરંતુ કોહલી ક્રિઝની બહાર હોવાથી નિર્ણય બદલાયો ન હતો. ત્રીજા અમ્પાયરના મતે, જો તે ક્રિઝની અંદર હોત તો આ બોલ તેની કમરથી નીચે હોત. નો બોલની આ જ જોગવાઈ ICCના નિયમોની યાદીમાં પણ છે. વિરાટની વિકેટ ભલે વિવાદોથી ઘેરાયેલી હતી, પરંતુ નિયમોને જોતા આ વિકેટ સાચી હતી.