Video Viral: મોહાલીમાં રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી જેમાં ભારતે છ વિકેટે જીત મેળવી હતી. રોહિત શર્માની નારાજગીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એપણ સાથી ઓપનર શુભમન ગિલની કન્ફ્યૂઝનને કારણે...મોહાલીમાં રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી જેમાં ભારતે છ વિકેટે જીત મેળવી હતી. રોહિત શર્માની નારાજગીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો અને તે આનાથી એટલો ગુસ્સે થયો કે તેણે મેદાનની વચ્ચે જ શુભમન પર પોતાનો ગુસ્સો કાઢી નાખ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરેખર, અફઘાનિસ્તાને ભારત સામે પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ ભારતની ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રોહિત શર્માએ ફઝલહક ફારૂકીનો બીજો બોલ મિડ-ઓફ તરફ રમ્યો અને રન લેવા દોડ્યો, આ દરમિયાન શુબમન ગિલ ફિલ્ડરને જોઈ રહ્યો હતો. રોહિત શર્મા રન માટે દોડ્યો, પરંતુ ગિલે તેને જોયો નહીં, આવી સ્થિતિમાં બંને બેટ્સમેન ક્રિઝના એક જ છેડે ભેગા થઈ ગયા હતા અને રોહિત શર્મા રન આઉટ થયો હતો. જો કે, આ પછી રોહિત એટલો ગુસ્સે થયો કે તે પોતાની નારાજગી છુપાવી શક્યો નહીં અને પેવેલિયન પરત ફરતી વખતે તે શુભમન ગિલ પર ગુસ્સામાં બોલતો બોલતો નીકળ્યો હતો.
 




રન આઉટ થવા અંગે રોહિત શર્માએ કહ્યું, "આ આ રીતેઆઉટ થવાય એ નવાઈની બાબત નથી પણ જ્યારે તે થાય છે, ત્યારે તમે નિરાશ અનુભવો છો, તમે ત્યાં હાજર રહેવા અને ટીમ માટે રન બનાવવા માંગો છો. બધું." પરંતુ બધુ જ તમારી મરજી મુજબ તો થતું નથી. અમે રમત જીતી ગયા, તે વધુ મહત્વનું છે."


રોહિત શર્માએ ખેલાડીઓના પ્રદર્શન વિશે વધુમાં કહ્યું, "હું ઈચ્છતો હતો કે ગિલ આગળ વધે, કમનસીબે તે ખૂબ જ સારી ટૂંકી ઈનિંગ્સ રમીને આઉટ થઈ ગયો. બધા જ સાથી ખેલાડીઓ સારા ફોર્મમાં પણ છે. અમે અલગ-અલગ વસ્તુઓ અજમાવવા માંગીએ છીએ - રમતની વિવિધ પરિસ્થિતિઓમાં અમારા બોલરોને બોલિંગ કરાવાનો અમારો પ્રયાસ છે, જેમ તમે આજે જોયું તેમ વાશીએ 19મી ઓવર ફેંકી હતી. "હું ઈચ્છું છું. જ્યાં અમે થોડી અસ્વસ્થતા અનુભવીએ છીએ અને બોલરોને તેની આદત નથી ત્યાં અમે ભૂલો સુધારવા માગીએ છીએ.


મેચની વાત કરીએ તો, શિવમ દુબે (60 અણનમ 60) ની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ સાથે ભારતે ગુરુવારે અહીં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અફઘાનિસ્તાન સામે છ વિકેટે આસાનીથી જીત મેળવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.  અફઘાનિસ્તાને અનુભવી મોહમ્મદ નબી અને યુવા અઝમતુલ્લાહ ઓમરઝાઈ વચ્ચે 43 બોલમાં 68 રનની ભાગીદારીથી પાંચ વિકેટે 158 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે 17.3 ઓવરમાં ચાર વિકેટે 159 રન બનાવીને જીત મેળવી હતી.