Narendra Modi Cricket Stadium: આવતીકાલ એટલેકે, 5 મી ઓક્ટોબરથી અમદાવાદના આંગણે શરૂ થવા જઈ રહ્યો છે ક્રિકેટનો મહાકુંભ. એક દિવસીય ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો થવા જઈ રહ્યો છે પ્રારંભ. વીવીઆઈપી સહિત 1 લાખ 20 હાજરની પ્રેક્ષક ક્ષમતા ધરાવતા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ અને આ ટુર્નામેન્ટનું સમાપન પણ આજ સ્ટેડિયમમાં કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટના ભગવાન ગણાતા મહાન ક્રિકેટર અને ભારત રત્ન સચિન તેંડુલકરને આ વર્ષના વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે. ત્યારે સચિન તેંડુલકરના હસ્તે આવતી કાલે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની દરમિયાન વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવશે. વર્લ્ડકપની લીગ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો પણ આજ સ્ટેડિયમમાં રમાશે.


વર્લ્ડ કપમાં દેશ અને દુનિયાભરની અહીં સંખ્યાબંધ દર્શકો, વીવીઆઈપી અને ખાસ કરીને વિવિધ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને પગલે અમદાવાદ શહેર હાલ સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં અલગ અલગ લેયર સિસ્ટમ સાથે સુપર સિક્યોરિટી ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, નવીનીકરણ બાદ ફેબ્રુઆરી 2021માં આ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. એ પહેલાં પણ વર્ષોથી આ સ્ટેડિયમ કાર્યરક હતુ. ત્યારે જાણીએ કે, આ સ્ટેડિયમ સાથે ક્રિકેટના કયા કયા રેકોર્ડ જોડાયેલાં છે. એ સાથે જ સ્ટેડિયમ સાથે જોડાયેલી કેટલીક ખાસિયતો વિશે પણ જાણો.... 


શું છે સ્ટેડિયમની ખાસિયતોઃ
800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે.
સ્ટેડિયમમાં કુલ 1.10 લાખ લોકો સાથે મેચ જોઇ શકે છે
જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે છે
મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર
આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે
ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે


મોટેરા સ્ટેડિયમમાં નોંધાયેલા રેકોર્ડઃ
મોટેરાના ઈતિહાસમાં આ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ
સુનલ ગાવસ્કરે 10 હજાર રન મોટેરા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પૂરા કર્યા હતા
કપીલ દેવે કુલ 432 વિકેટ ઝડપી રિચર્ડ હેડલિનોનો રેકોર્ડ મોટેરા સ્ટેડિયમમાં તોડ્યો હતો
ઓક્ટોબર 1999માં સચિને પોતાની કારર્કિદીની પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી
મોટેરામાં જ સચિને 2009માં શ્રીલંકા સામે ક્રિકેટ કારર્કિદીના 20 વર્ષ પૂર્ણ કર્યા હતા
2009માં મોટેરામાં જ સચિને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 હજાર રન પૂર્ણ કર્યા હતા
મોટેરામાં જ સચિન તેંડુલકર પહેલો ક્રિકેટર બન્યો જેણે વન-ડેમાં 18 હજાર રન નોંધાવ્યા હોય
એબી ડિવિલીયર્સે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી


મોટેરામાં ટેસ્ટ મેચ રેકોર્ડઃ
શ્રીલંકાએ ભારત સામે એક ઈનિંગમાં સૌથી હાઈએસ્ટ 760 રન ફટકાર્યા હતા
દક્ષિણ આફ્રિકા સામે ભારતનો એક ઈનિંગનો સૌથી ઓછો સ્કોર 76 રન રહ્યો છે
શ્રીલંકાના મહિલા જયવર્ધનેએ એક ઈનિંગમાં સર્વાધિક 275 રન ફટકાર્યા છે
1983માં કપીલ દેવે વેસ્ટઈન્ડિઝ સામે એક ઈનિંગમાં સૌથી વધુ 9 વિકેટ ઝડપી હતી
વેન્કટપથી રાજુએ 1994માં ટેસ્ટ મેચમાં સૌથી વધુ 11 વિકેટ ઝડપી હતી
મોટેરામાં સૌથી વધુ રન કરનાર ખેલાડી રાહુલ દ્રાવિડ છે જેણે  771 રન ફટકાર્યા છે
કુલ 36 વિકેટ સાથે અનિલ કુંબલેએ મોટેરામાં સૌથી વધુ વિકેટ ઝડપી છે